Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દ્વારકાના રમતવીરોએ મેડલ્સની હારમાળા રચી

પાંચમી સ્ટેટ માસ્ટર્સ ખેલકૂદ ચેમ્પીયનશીપમાં

રાજકોટ ખાતે યોજાયેલ ખેલકુદ ચેમ્પીયનશીપમાં દ્વારકાનું નામ રોશન કરનાર નવ સ્પર્ધકો નજરે પડે છે(તસ્વીર : વિનુભાઇ સામાણી(દ્વારકા)

દ્વારકા, તા. ૧૭ : તાજેતરમાં રાજકોટના રેસકોર્સ ખાતે યોજાયેલ પાંચમી માસ્ટર્સ ખેલકૂદ ચેમ્પીયનશીપમાં દ્વારકાના નવ જેટલા રમતવીરોએ અલગ અલગ કેટેગરીમાં કૌવત દાખવતા ગોલ્ડ-સીલ્વર સહિતના મેડલો મેળવ્યા હતા.

જેન્તીલાલ કે. પુરોહિતે હાઇજમ્પ, ટ્રીપલ જમ્પ તથા લોન્ગમાં ગોલ્ડ મેડલ, હર્ષદરાય કે. પુરોહિતે ૧૦૦ મી. દોડ, ર૦૦ મી. દોડ તથા ટ્રીપલ જમ્પમાં ગોલ્ડ, જિંદાણી ચેતનભાઇએ પોલ જમ્પ તથા ૪૦૦ મી. હર્ડલ્સ તથા ૧૧૦ મી. હર્ડલ્સમાં ગોલ્ડ, દવે મનસુખભાઇએ ૧૦૦ મી. દોડ તથા લોન્ગ જમ્પમાં ગોલ્ડ, બચ્છી ફેંકમાં સીલ્વર, માર્કડરાય જિંદાણીએ ગોળાફેંકમાં ગોલ્ડ તેમજ બચ્છી ફેંક અને ડીસ્ક થ્રોમાં સીલ્વર, મીન નિમેષભાઇને ટ્રીપલ જમ્પમાં સીલ્વર તથા ૧૧૦ મી હર્ડલ્સમાં બ્રોન્ઝ, ધ્રુતીબેન મીનને ગોળાફેંકમાં સીલ્વર તથા બચ્છી ફેંકમાં બ્રોન્ઝ, લક્ષ્મીબેન ભગાડને લોન્ગ જમ્પમાં ગોલ્ડ તથા હાઇજમ્પ અને ર૦૦ મી. દોડમાં સીલ્વર તેમજ જોષી કિશોરભાઇને ગોળાફેંકમાં ગોલ્ડ તેમજ ર૦૦ મી. દોડમાં સીલ્વર મેડલ મેળવી રમતવીરોએ મેડલોની હારમાળા સર્જી રાજયકક્ષાએ દ્વારકાનું નામ રોશન કર્યું હતું.

(11:31 am IST)