Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સોમનાથ વેરાવળ સુત્રાપાડા માં માંધાતા પ્રાગટય મહોત્સવની ઉજવણી : શોભાયાત્રા નીકળી

સોમનાથ સુત્રાપાડા વેરાવળ માંધાતા પ્રાગટય મહોત્સવની ભવ્ય રેલીમાં સાંસદ, ધારાસભ્ય હાજર રહેલ તેમજ સભા યોજાઇ તે તસ્વીર. (તસ્વીરઃ દીપક કકકડ વેરાવળ)

વેરાવળ, તા. ૧૭  : સોમનાથ સુત્રપાડા વિસ્તારમાં શ્રી વિર માંધાતા યુવા સેવા સંગઠન દ્વારા મંકરસંક્રાતિના દિવસે પ્રાગટય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ તેમાં સુત્રાપાડા થી શોભાયાત્રા નિકળેલ હતી તે સોમનાથ વેણેશ્વર ગ્રાઉન્ડમાં સમાપ્ત થયેલ હતી.

ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ રામભાઇ ચૌહાણ ની આગેવાની હેઠળ સુત્રાપાડા ધનેશ્વર મંદિર થી ભવ્ય શોભાયાત્રા નિકળેલ હતી જે શહેર ના રાજમાર્ગો ઉપર ફરેલ હતી  જેમાં ૩૦૦૦ વાહનો, ૩ કીલો મીટર લાંબી રેલી યોજાયેલ હતી આ રેલી સુત્રાપાડા ગામમાં ૪ કલાક સુધી ફરેલ હતી અને ધનેશ્વર મંદિરે ફરીને બસ સ્ટેન્ડ માંધાતા ઓફીસે થી નિકળેલ હતી તે લાટી કદવાર રોડ, સુત્રાપાડા ફાટક, કાજલી થઇ સદભાવના ગ્રાઉન્ડે પહોચેલ હતી ત્યાંથી સોમનાથ વેરાવળ બાયપાસ રોડ, ડાભોર રોડ, રેયોન રોડ, બસ સ્ટેન્ડ , ટાવર ચોક, કોળી વાડા, રામભરોસા, પાટણ દરવાજા, ભાલકા, ભીડીયા થઇને શાંતિનગર સિધેશ્વર મંદિરે થી નિકળી પહોચેલ હતી ત્યાં તેમનું સ્વાગત કરાયેલ હતું.

સોમનાથ પ્રભાસપાટણ ખાતે આ ભવ્ય શોભાયાત્રા બપોરે ૧ વાગ્યે પહોચેલ હતી શાંતિ નગર સિધેશ્વર મંદિર થી નિકળી હમીરજી ગોહીલ સર્કલ ની વેગડાભીલ મંદિર ગૌશાળા વેણેશ્વર ચોક માં સમાપ્ત થયેલ ત્યાં જાહેર સભા યોજાયેલ હતી આ જાહેર સભા માં અનેક પટેલો આગેવાનો તેમજ હજારો ભાઇઓ બહેનો જોડાયેલ હતા. માંધાતા ગ્રુપ ના પ્રમુખ તેમજ કોળી સમાજના આગેવાનોએ જણાવેલ હતું કે મજબુત સંગઠન થાય પ્રગતિના પંથે આગળ વધે કુરીવાજો દુર થાય વ્યસન નાબુત થાય શિક્ષણમાં દિકરા દિકરીઓ નામના મેળવે જેથી કોળી સમાજે સાથે મળીને આગળ વધે તે માટે આયોજન કરવામાં આવે છે.

આ શોભાયાત્રા માં ૩૦૦૦ થી વધુ મોટરસાઇકલો, ડી.જે. તેમજ ૧૫ હજાર થી વધારે હજાર થી વધુ કોળી સમાજના ભાઇઓ બહેનો જોડાયેલ હતા તેમજ જાહેર સભા માં ૨૦ થી ૨૫ હજાર લોકો જોડાયેલ હતા.

આ પ્રસંગે સોમનાથ વિસ્તારના ધારાસભ્ય નું સન્માન કરેલ હતું. ત્યારે તેણે જણાવેલ હતું કે તમામ વિસ્તારના કામો નો ઉકેલ લાવીશું અને જે તક આપવામાં આવી તેના માટે આભાર માનવામાં આવેલ હતા રેલી શોભાયાત્રા ને આવકારવા ઠેર ઠેર બેનરો લાગેલા હતા.

(11:29 am IST)