Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને રત્નાકર એવોર્ડ

 સરધાર : સ્વામિનારાયણ મંદિર સરધાર તાબાના મંદિરના ઉદદ્યાટન પ્રસંગે ઉત્ત્।રાયણની પૂર્વસંધ્યાએ કલા, સાહિત્ય અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર ગુજરાતના રત્નોનું વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે જગદીશભાઇ ત્રિવેદીજું રત્નાકર એવોર્ડ દ્વારા અભૂતપૂર્વ સન્માન થયું હતું. આ પ્રસંગે જગદીશ ત્રિવેદીનું તેમના વાનપ્રાસ્થ પ્રવેશ, ત્રણ વખત પીએચ. ડી.ની પદવી, ૫૫ પુસ્તકો અને ૬૮ વિદેશયાત્રા સંદર્ભે રત્નાકર એવોર્ડ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સ્વનામધન્ય કલાકરો સર્વશ્રી પાર્થિવ ગોહિલ, સંજય ગોરડિયા, બિહારી હેમુ ગઢવી તેમજ સુખદેવ ધામેલિયા જેવાં અન્ય કલાસાધકોને પણ સન્માનવામાં આવ્યાં હતાં. આ જ કાર્યક્રમમાં મૌલિક જગદીશ ત્રિવેદીના સુવિખ્યાત પુસ્તક 'આપઘાતની ઘાત ટાળીએ'ના અંગ્રેજી અનુવાદ 'LET’S AVOID SUICIDE'નું લોકાર્પણ પરમ પૂજય લાલજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું.

(11:25 am IST)