Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કાલે કોંગ્રેસના ચુંટાયેલા ધારાસભ્ય પ્રવીણભાઇ મારૂ અને કનુભાઇ બારૈયાનો સન્માન કાર્યક્રમ

શકિતસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને શિવ શકિત હોલ ખાતે કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવા અપીલ

ભાવનગર, તા., ૧૭: વિધાનસભા ચુંટણીમાં ભાવનગર જીલ્લાના કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી પ્રવીણભાઇ મારૂ અને શ્રી કનુભાઇ બારૈયા અનુક્રમે ગઢડા-ઉમરાળા અને તળાજા વિધાનસભા બેઠકો પરથી ચુંટાઇ આવ્યા છે તેમને સન્માનવાનો એક કાર્યક્રમ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહજીની પ્રેરણા થકી ભાવનગર શહેર તથા જીલ્લા કોંગ્રેસ સમીતીના સંયુકત ઉપક્રમે તા.૧૮ ને ગુરૂવારના બપોરના ૩ કલાકે શિવ શકિત હોલ ક્રેસન્ટ ખાતે શ્રી શકિતસિંહજીના અધ્યક્ષસ્થાને આયોજીત કરેલ છે.જેમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસના તમામ આગેવાનશ્રીઓ, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રી, યુવક કોંગ્રેસ, મહીલા કોંગ્રેસ, એનએસયુઆઇ સેવાદળ, બક્ષીપંચ સેલ, અનુસુચીત જાતી મોર્ચો તેમજ લઘુમતી સેલના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગર પાલીકા પ્રમુખશ્રીઓ વિરોધપક્ષના અલગ અલગ મોર્ચા અને ડીપાર્ટમેન્ટના આગેવાનો તથા શુભેચ્છકો અને શુભચિંતકોને ઉપસ્થિત રહેવા ભાવનગર જીલ્લા પ્રમુખ પ્રવીણભાઇ વાળા, શહેર પ્રમુખ રાજેશ જોષી, જીલ્લા પંંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા તથા કોર્પોરેશન વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહીલ જાહેર અપીલ કરેલ છે.

(11:24 am IST)