Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જૂનાગઢના તબીબ નિલેશભાઇ ત્રિવેદીએ ઉત્તરાયણ પર્વે ગૌશાળામાં કર્યું રૂ. એક લાખનું દાન

કોણ કહે છે દિકરી સાપનો ભારો... ચાર દીકરીના પિતાએ ગત વર્ષે સૈનિક કલ્યાણ વેલ્ફર ફંડમાં એક લાખનું દાન કર્યું તો આ વર્ષે ગૌ સેવામાં કર્યું દાન

જુનાગઢ તા. ૧૭ : આપણાં શાસ્ત્રોએ ગૈા સેવાનો અનેરો મહિમા વર્ણવ્યો છે, મકરસંક્રાંતી એટલે કે ઉતરાયણ પર્વ દરમ્યાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા કરવાનો અનેરો મહિમા છે, જૂનાગઢનાં ગૃહિણી સરલાબેન ત્રિવેદીને દરરોજ ગાયમાતાને રૂ. ૧૫ નો ચારો આપવાનો નિત્યક્રમ જાળવે, જયાં ત્યાં ચારો નિરવાથી શહેરની સ્વચ્છતામાં તેમનું મન માને નહીં આથી સરલાબેન ઝાંઝરડા રોડ પર આવેલ શ્રી ગોકુલેશ ગૈાશાળામાં કાયમ ગાયોને ચારો આપવા જાય અને આશીર્વાદ મેળવે, નિત્યક્રમથી પ્રેરાયેલા સરલાબેનનાં પતી અને વ્યવસાયે નિવૃત આયુર્વેદ તબીબ શ્રી નિલેષભાઇ શામળજીભાઇ ત્રિવેદી પણ ધર્મ કાર્યમાં ઉણા ઉતરે તેવા ન હતા. શ્રી ત્રિવેદીએ ગત વર્ષે આપણાં સરહદનાં સિમાડા સાચવતા લશ્કરનાં યુવાનોનાં પરિવારો માટે સૈનીક કલ્યાણ વેલ્ફર બોર્ડમાં રૂ. એક લાખની ધનરાશી ફાળા પેટે નોંધાવી હતી, આ વર્ષે સરલાબેને ડો. નિલેષભાઇને ગૈા સેવાની પ્રવૃતિ કરતા ઝાંઝરડા રોડનાં શિક્ષીત સાધન સંપન્ન ઘરનાં યુવાનો તરફ અંગુલી નિર્દેશ કરતા જણાવ્યુ કે આપણે ભલે પ્રત્યક્ષ ગાયમાતાની સેવાસુશ્રુસા ના કરી શકીએ પણ તેમાં આર્થીક યોગદાન તો નોંધાવી શકીએને ? બસ આ પ્રશ્નનાં ઉત્ત્।ર રૂપે ડો. ત્રિવેદીએ તુરંત રૂ. એક લાખનો ચેક ઉતારયણ પર્વે ગોકુલેશ ગૈાશાળાનાં સંચાલકોને અર્પણ કર્યો હતો.

ડો. ત્રિવેદીને પુત્ર સમોવડી ચાર દીકરીઓ છે. ચારેય દીકરી ઘરે-બારે સુખી સંપન્ન છે. નિવૃતી પછી સંતાનોનાં સુખમાં ઘેલા બનાતા વયોવૃધ્ધોને રાહબર બનેલા ડો. ત્રિવેદીએ કહ્યુ કે સંતાનોની દેખભાળ અને દીકરીઓનાં શિક્ષણ સહિતની તમામ જવાબદારી સુખરુપ સંપન્ન થતાં હવે જે કઇં મારૂ છે તે સઘળુ સર્વનું છે ઈશ્વરે સારૂ આરોગ્ય આપ્યુ છે તો આપણાં શાસ્ત્રોએ ગૈામાતાની સેવાની જે રાહ ચિંધી છે તેમાં મારી ધર્મચારીણી અને દિકરીઓ અને જમાઇઓની સથવારે હું ઈશ્વર આરાધના કરૂ છુ. અને શકિત પ્રમાણે દાન-દક્ષીણા આપી જીવનની ધન્યતા અનુભવુ છે. ગોકુલેશ ગેાશાળામાં સારા અને શિક્ષીત પરિવારનાં સમાજશ્રેષ્ઠીઓ ગાયોની માત્ર સારસંભાળ જ કેમ.... તેમનાં આરોગ્યની પણ ખેવના કરે છે ત્યારે મેં આ સેવાયજ્ઞમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે એક લાખનું દાન સંસ્થાને અર્પણ કર્યુ છે.

ડો. ત્રિવેદીને દાન પ્રવૃતિને બિરદાવતા ગોકુલેશ ગૈાશાળાનાં સ્થાપક ટ્રસ્ટી શ્રીકાંતીભાઇ કોઠડીયાએ જણાવ્યુ હતુ કે વૃધ્ધ ગાયો માટે વૃધ્ધાશ્રમ હોય અત્યારે ૫૦થી વધુ વૃધ્ધ ગાયો અને અશકત દિવ્યાંગ ગાયોની અહીં સેવા થાય છે. નાંદરખી ગામે પાંચ વિદ્યા જમીનમાં અદ્યતન સેવા સાધનો અને સગવડતા સાથે બીજી શાખા કાર્યાન્વીત થઇ છે. અત્યારે અમારી પાસે ૪૨૫ થી વધુ ગાયોનું સંખ્યાબળ છે. માત્ર દાતાઓનાં સહયોગથી ચાલતી ગૈાશાળા માટે અમે કયારેય ફંડફાળો કરતા નથી ગૈાશાળાની મુલાકાત લેનાર સરલાબેન ત્રિવેદી અને ડો. નિલેષભાઇ ત્રિવેદીએ તેમનાં દાદા હરીલાલ રામકૃષ્ણ ત્રિવેદીની સ્મૃતિમાં ઉતરાયણ પર્વે રૂ. એક લાખનું રોકડ દાન અર્પણ કરી ગૈા સેવાની પ્રવૃતિમાં સહયોગ પુરો પાડેલ છે. સૈા નગરજનો અને ગૈા પ્રેમીઓએ તેમનાં પરિવારનાં સારા-માઠા પ્રસંગોએ ગૈા માતાને યાદ કરી તેમની સેવાસુશ્રુસાને વેગ આપવા ગૈાશાળાની અવશ્ય મુલાકાત લેવી જોઇએ તેમ કાર્યકર્તા ધનેશભાઇ ફળદુએ વધુમાં ઉમેર્યુ હતુ.(૨૧.૩)

(10:04 am IST)