Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જામનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સહયોગથી એનસીસી ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

એનસીસીના ૨૪૭ જેટલા કેડેટ્સ તથા અન્ય અધિકારીઓ- પદાધિકારીઓ દ્વારા રક્તદાન કરાયું

dir="ltr">જામનગર :જામનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ એનસીસીના કેડેટ્સ દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ગઈકાલ તારીખ ૨૭.૧૧.૨૦૨૨ ના દિવસે 'એનસીસી ડે' ની ઉજવણીના ભાગરૂપે મહા રક્દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
 જામનગરની નેશનલ હાઇસ્કુલ ના પટાંગણમાં આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં રક્તદાન શિબિરમાં નેવલ અને એનસીસીના અધિકારીઓ તેમજ ૨૪૭ જેટલા કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
 જામનગર શહેરમાં ગઈકાલે તારીખ ૨૭.૧૧.૨૦૨૨ ના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગરના સહયોગથી  નેશનલ હાઇસ્કુલ ના મિડલ હોલ માં એન સી.સી. ડે નિમિતે આર્મી તથા નેવી વિંગ ના કેડેટો દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન બિપીનભાઈ ઝવેરી તથા વાઇસ ચેરમેન ડો.અવિનાશભાઈ ભટ્ટ તથા અન્ય રેડક્રોસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 આ ઉપરાંત મુખ્ય અતિથી તરીકે એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ. કે. સિંગ તથા અન્ય ત્રણ વરિષ્ઠ એનસીસીના અધિકારીઓ,૨૩ પીઆઇ સ્ટાફ, પાંચ એ.એન.ઓ. તેમજ એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર ના ૨૭ ગુજરાત એનસીસી તથા આઠ ગુજરાત એનસીસી નેવલ યુનિટના કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
 એન.સી.સી.જામનગરના ગ્રુપ કમાંડર કર્નલ એ.કે.સિંગ, તથા ૨૭ ગુજરાત બટાલિયન  એન.સી.સી.ના કમાંડિંગ ઓફિસર કર્નલ મનીષ મલ્હોત્રા, રિટાયર્ડ કર્નલ બાટલા,વએડમ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ મનીષ દેઓરે, સુબેદાર મેજર લાલ બહાદુર, તથા ઇન્ડિયન નેવલ એનસીસી વિંગના કમાન્ડિંગ ઓફિસર લેફ. કમાંડર ઈશાન ચતુર્વેદી, જેસીઓ, એન.સી.ઓ. તથા એન.સી.સી.ઓફિસર કેપ્ટન.એન.સી.પરમાર તથા કેપ્ટન અવસ્થી તથા અન્ય મહેમાનો આ તકે ઊપસ્થિત રહયા હતા, અને કેડેટો ને સમાજ ઉપયોગી  પ્રવૃત્તિ માટે તથા દેશ ની  સંરક્ષણ સેવા માં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં
આ કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટીના આનંદ મહેતા કિરીટભાઇ મહેતા પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ ભાનુશાળી ,પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, દિપાબહેન સોની, નિરુપમા બહેન વાગડીયા, હંસાબેન રાવલ, પુષ્પાબહેન આહીર, બીનાબેન બદીયાણી વગેરે રેડ ક્રોસ સોસોયટી નાં સદસ્યો એ પ્રોગ્રામ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
(7:07 pm IST)