Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોરબીમાં પુરૃષોત્તમભાઇ રૃપાલાની જંગી જાહેર સભા

રવાપર ઘુંનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ટંકારા અને મોરબીના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા ગજવશે

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૮ : મોરબીમાં આજે સોમવારે કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમ રૃપાલાની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તેઓ મોરબી નજીક રવાપર ઘુંનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ટંકારા અને મોરબીના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા ગજવશે.

 મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા બેઠકના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાનો જબરદસ્ત  પ્રચાર ચાલી રહ્યો છે. તેમના પ્રચાર કાર્યને વેગ આપવા અને પ્રચંડ જન સમર્થન મેળવવા થોડા સમય અગાઉ ભાજપના દિગજ્જ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જાહેર સભાઓ ગજવી હતી ત્યારે હવે મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા બેઠકના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી અને કાઠિયાવાડી તળપદી શૈલીમાં હળવી રમૂજ સાથે વર્તમાન રાજનીતિનો સચોટ ચિતાર આપતા ભાજપના પ્રખર વકતા પુરૃષોત્તમ રૃપાલાને મેદાનમાં ઉતારવા આવ્યા છે અને આ બન્ને ઉમેદવારોના પ્રચાર માટે પુરૃષોત્તમ રૃપાલાની આવતીકાલે તા.૨૮ને સવારે ૧૦ વાગ્યે મોરબી નજીક રવાપર ઘુંનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે જંગી જાહેર સભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવાની ભાજપ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(1:46 pm IST)