Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

લાલપુર પાસે ટ્રોલી સાથે હોન્‍ડા અથડાતા આધેડનું મૃત્‍યુ

જામનગર, તા.૨૮: લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કેશુભાઈ અરજણભાઈ બરાઈ, ઉ.વ.પર, રે. નિશાળની ઉગમણી બાજુ પાણીના ટાકા પાસે, સણોસરી ગામવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, દેવશીભાઈ અરજણભાઈ બરાઈ, ઉ.વ.પ૬ વાળા પોતાનું હોન્‍ડા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ સી.ડી.૬૬૦૧ નુ ચલાવી વાડીએથી ઘરે આવતા ત્‍યારે ભણગોરના પાટીયે ટ્રોલી સાથેનું ટ્રેકટર હોય જેની ટ્રોલી પાછળ દેવશીભાઈએ પોતાનું હોન્‍ડા ચલાવી આવી સાઈડમાં પડેલ ટ્રેકટરની ટ્રોલી સાથે ભટકાડી એકસીડન્‍ટ કરી શરીરે ગંભીર ઈજાઓ તથા મુંઢ ઈજાઓ કરતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

મુરીલા ગામે પાસે જુગાર

રમતા ત્રણ શખ્‍સો ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, મુરીલા ગામ થી ભોળેશ્‍વર મહાદેવના મંદિર તરફ જતા રોડ પર પુલીયા નીચે જાહેરમાં આરોપીઓ વિપુલ નગાભાઈ જોગલ, પ્રાગજીભાઈ રામજીભાઈ સાદરીયા, બાબુભાઈ માલદેવભાઈ નંદાણીયાએ હારજીત કરી રોકડા રૂ.૧ર,૩૦૦/  તથા મોબાઈલ ફોન નંગ-૩, કિંમત રૂ.૯૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.ર૧૩૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં જુગાર રમતા

ચાર ઝડપાયા : એક ફરાર

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ભુપતભાઈ બાલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડના કૈલાશનગર કોળી પા વિસ્‍તારમાં હમીરભાઈની દુકાન સામેની શેરીમાં આરોપીઓ છગનભાઈ રૂપાભાઈ વાણીયા, અશોકભાઈ છોટાલાલ ભટ્ટ, યુસુફભાઈ તૈયબઅલી સાદીકોટ, ગોવિંદભાઈ રૂપાભાઈ સાગઠીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૪૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હમીરભાઈ ડાયાભાઈ સાગઠીયા ફરાર થઈ ગયેલ છે.

રર૧ ચપલા સાથે શખ્‍સ ઝડપાયો

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-ર, એપલ ગેઈટ-ર પાસે, આરોપી વૈભવ રમેશભાઈ ચતવાણીએ દારૂના ચપલા નંગ-રર૧ જેની કિંમત રૂ.રપ,૪૧પ/- તથા એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-સી.જે.-૯૪૦૬ જેની કિંમત રૂ.રપ,૦૦૦/- મળી કુલ રૂ.પ૦,૪૧પ/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

જુની અદાવતનું મનદુઃખ

રાખી મારમાર્યાની રાવ

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં રોહિતભાઈ અશોકભાઈ હરવારા, ઉ.વ.રર, રે. દડીયા ગામવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ હિરેન વિજયભાઈ લખીયર, વિજયભાઈ શિવલાલ લખીયર, જયદીપભાઈ વિજયભાઈ લખીયર એ ફરીયાદી રોહિતભાઈ સાથે અગાઉ બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી દડીયા ગામના બસ સ્‍ટેન્‍ડ પાસે ફરીયાદી રોહિતભાઈને છરી તથા લાકડાના ધોકા વડે મારમારી ગુનો કરેલ છે.

(2:34 pm IST)