Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વેપારીએ ભુલથી ખાતામાં નાખેલા ૨.૪૩ લાખ ટંકારાનાં ખેડૂતે પરત કર્યા

ટંકારા તા. ૨૮ : ટંકારાના બે સરખા નામ ધરાવતા ખેડૂતોએ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ કર્યા બાદ વેપારીએ રૃપિયા ૨.૪૩ લાખ ભૂલથી અન્ય ખેડૂતના ખાતામાં જમા કરાવી દેતા ટંકારાના ખેડૂતે પ્રામાણિકતા દાખવી માતબર રકમ પરત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આર.કે.કોર્પોરેશન નામની પેઢીમાં મગફળી વેંચતા રૃપિયા ૧.૧૮ લાખ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામા જમા કરાવી દીધા હતા. જો કે, બાદમાં ટંકારાના ઉમિયાનગરના ખેડૂત રમેશભાઈ અંબારામભાઈ ઘેટિયાએ પણ ગોંડલ યાર્ડમાં આર.કે.કોર્પોરેશનમાં જ પોતાની મગફળી વેચી હોય રૃપિયા ૨.૪૩ લાખનું પેમેન્ટ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામાં જમા કરાવી દીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ટંકારાના રમેશભાઈએ પેઢીના વેપારી કેતનભાઈ રાજવીરને તાત્કાલિક બેંકનો ચેક આપી રકમ પરત કરી પ્રામાણિકતા દાખવતા વેપારીએ ખેડૂતનો આભાર માન્યો હતો. (તસ્વીર - અહેવાલ : હર્ષદરાય કંસારા - જયેશ ભટ્ટાસણા દ્વારા)

(2:33 pm IST)