Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જેતપુરના ખોડપરા વિસ્‍તારમાં દંપતી સંચાલીત જુગારધામ ઝડપાયુ : ૧૧ મહિલા સહીત ૧૨ ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૮: શહેર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જી.જે.ઝાલા સ્‍ટાફના ચંદ્રસિંહ વસૈયા, હિતેશભાઇ વરૂ, રાધીકાબેન મોદી, મનદીપસિંહ જાડેજા, રામજીભાઇ ગરેજા, નિલેશભાઇ મકવાણા, ઘનશ્‍યામસિંહ  જાડેજા, રાજુભાઇ, દયાબેન ગઇકાલે સાંજે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન બાતમી મળેલ કે ખોડપરા વિસ્‍તાર રહેતો ચંદ્રેશ ધીરજલાલ રૂપારેલીયા તથા તેની પત્‍ની નીતાબેન પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતા હોય જે આધારે પોલીસ ખોડપરા શેરી  નં. ૧૩ માં ભાડેથી રહેતા ચંદ્રેશ રૂપાપરાના રહેણાંક મકાનમાં જુગાર અંગેની રેડ કરતા તીનપતીનો જુગાર રમતી મહીલાઓ જયલક્ષ્મીબેન પંડયા, નયનાબેન ગુરખા (જુની પોલીસ લેન) હનુબેન શમા (ગુજરાતીની વાડી) ગાયત્રીબેન વાળા (દેશાઇવાડી) સીલાબેન પોપટ (ગોપાવાડી રોડ) પ્રવિણાબેન ગોહેલ (લક્ષ્મીનગર સોસા.) પ્રજ્ઞાબેન લાલાણી (ખોડપરા) મનીષાબેન, અર્પીતાબેન, ભીગુબેન તથા જુગાર રમાડતા ચંદ્રેશ ધીરજલાલ રૂપારેલીયા  તેની પત્‍ની નીતાબેનને રોકડ રૂા. ર૬,૬૬૦ મોબાઇલ-૧ મળી ર૭,૧૬૦ના મુદામાલ સાથે તમામને પકડી પાડેલ હતા.

(1:34 pm IST)