Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જો આ નાટક લાગતુ હોય તો પુલ તમે બનાવી આપો : અંબરીષભાઇ ડેર

રાજુલાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને ઉમેદવાર ૧૫ ફૂટ ઊંડી ખાડીમાં તરીને ચાંચ બદર પહોંચ્‍યા : ભાજપે નાટક ગણ્‍યુ

રાજુલા,તા. ૨૮ :  ધારાસભ્‍ય અને કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર ચાંચ બંદર ખેડા અને પટવા ના ચૂંટણી પ્રચાર અર્થે ૩૦૦ મીટર ખાડી તરીને ગયા અને આ ખાડીનો પુલ બનાવવા માટે સરકાર સામે વિરોધ કર્યો

પાંચ વર્ષ પૂર્વે ચૂંટાઈ આવ્‍યા ત્‍યારે સૌથી મોટી સમસ્‍યા ચાંચ ગામની ખાડી પર પુલ બનાવવાની હતી જે ધ્‍યાને આવતા વિધાનસભામાં દર વર્ષે આ પ્રશ્‍ન રજૂ કરવામાં આવ્‍યો હતો પરંતુ આજ સુધી આ કાર્ય થયેલ નથી ૫૦ કરોડનો આપો તે એ કોઈ મોટી વાત નથી જે ગામમાં રાજકારણ કરવું છે તે લોકોએ છેલ્લા ૨૦ વર્ષથી આ પ્રશ્‍નને લટકતો રાખ્‍યો જો એ લોકો ધારે તો આ કાર્ય એક ફોન દ્વારા પણ થઈ શકે પરંતુ ૨૦ વર્ષ માત્ર યાતના સહી યાતનાઓ જેવી કે હાર્ટ એટેક સગભા મહિલા પ્રસ્‍તુતાને  બીમાર લોકોને સમયે સારવાર ન મેળવી શકે તો ગંભીર પરિણામ આવે છે માટે આવા દર્દીને રાજુલા દવાખાને લઈ જવા પડે એ પણ રાત્રિના સમયે કે જ્‍યારે દરિયાની ખાડીમાં રાત્રિના સમયે ૪૫ કિલો મીટર ફરીને જોવું પડે અને દરરોજ પણ ૪૫કિ.મી પેટ્રોલ ડીઝલ બાઈને ફરીને જવું પડે જેમ જેમાં પેટ્રોલ ડીઝલ પણ વપરાય જેના કારણે વિદેશી હુંડિયામણ પણ વધારે જાય અને રાજુલા પહોંચવામાં તકલીફો થઈ રહી છે ભગવાન શ્રી રામચંદ્ર એ જ્‍યારે લંકા જવા માટે પુલ બનાવ્‍યો ત્‍યારે રાવણને કહેવામાં આવ્‍યું કે આ પુલને અટકાવો ત્‍યારે રાવણ કહ્યું પુલ બનતો હોય તો એક સારૂ કાર્ય છે એમને અટકાવવું જરૂરી નથી જો રાવણ આવું કહેતો હોય અને એક સારા કામમાં રોડા ન નાખ્‍યા હોય તો આ લોકો રાવણમાંથી પણ ગયેલા કહેવાય આમ નાનામાં નાના મધ્‍યમ વર્ગને ધ્‍યાને રાખી તેમની વ્‍યથા તેમની ચિંતા અને ધ્‍યાન રાખીને આવવું પડ્‍યું ૩૦૦ મીટર લાંબી અને ૧૫ ફૂટ ઊંડી છે ભાજપ રામના નામે મત માગે છે જો રામાયણ વાંચી હોત તો આજે ભાજપના સમર્થકો અહીં વિરોધ દેખાડવા ન આવત ખરેખર આ લોકોને એક ગ્રંથ દરેકને ભેટ આપવો જોઈએ મત માગે છે પરંતુ ચરિત્ર ને તો વાંચી જુઓ જો આ કોઈ નાટક લાગતો હોય તો કહો કે આમાં અમોએ ખોટું શું કર્યું જો ૨૦ વર્ષમાં તમે આ ન કરી શકયા અને જો હજી નાટક લાગતું હોય તો આ પુલ કરી બતાવો તો આ અમારે ખાડીમાં તરીને આવું ન પડે આ તકે ગામના સરપંચ શ્રી રામજીભાઈ એ અમરીશ ડેર ને સમર્થન આપ્‍યું હતું તેમજ ગામ લોકોએ આ વાતને તાળીઓના ગડગડાટ થી સમર્થન આપ્‍યું હતું. જો પુલ અમે ચૂંટાઈ આવ્‍યા બાદ ન બને તો અમે ફરીવાર મત માગવા નહીં આવીએ ભાજપ એ જિંદગી વિરોધમાં કાઢી નાખી પ્રશ્‍ન રસ્‍તા નો હોય જાફરાબાદ વરૂડી માતાજીના મંદિરનો હોય હંમેશા રોડા નાખ્‍યા છે ઓકે વાવાઝોડા વખતે તેમજ કોરોના મહામારી વખતે આ લોકો રેતી ચોરવાનું કામ કરેલ હતું જેના વિડીયો પણ સાક્ષી પૂરે છે આવા હિન કાર્યો કર્યા છે આ બાબતે અમરીશ ડેરેજ સભામાં જણાવેલ હતું કે આ વિસ્‍તારની જનતા ની સુખાકારી માટે આ લોકો જેવા પ્રકારની લડત આપવામાં આવતા હોય તેવી લડવાની અમારી તૈયારી છે અમે માત્ર નિષ્ઠાથી મર્યાદા મા રહીને ભાઈચારાની ભાવનાથીચૂંટણી લડી રહ્યા છીએ એનો મતલબ એમ નહીં કે અમે કોઈનાથી ડરીએ છીએ નાના માણસોને હેરાન કરવાનું બંધ કરી તેમની ચિંતા તેમની વ્‍યથા જાણવાનો પ્રયાસ કરવો જોઈએ રાજ રાજનીતિ એક માણસોને મદદ કરવાનું સારો પ્‍લેટફોર્મ છે શાંતિ અને ભાઈ ચારા થી ચૂંટણી થાય જેના નસીબ હશે રાજયોગ હશે તેને કુદરત રાજ તિલક કરશે અમે બધા કાર્યો કરવા કટિબંધ છીએ લોકોની સુખાકારી માટે જે કરવું પડે તે કરીશું અને આ ગ્રામજનોનું પાકી ગયું છે પુલ બનીને જ રહેશે જો અમારું આ કોઈ નાટક હોત તો વિઘ્‍ન આવ્‍યું હોત પરંતુ નિર્વિઘ્‍ને આ કાર્ય થયું છે એટલે કુદરત અમારી સાથે છે અને સહ વિલરીયમ કરવામહે ના સૂત્રને સાર્થક કરવા અમરીશ ડેરી આ ચૂંટણી સભામાં અપીલ કરેલ હતી.

  કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ધારાસભ્‍ય અમરીશભાઈ ડેર જ્‍યારે ખાડી તરીને ચાંચ બંદર પહોંચ્‍યા ત્‍યારે સામે કાંઠે ચાંચ જિલ્લા પંચાયતના સદસ્‍ય વિક્રમ શિયાળ, ચાચના પૂર્વ સરપંચ કાનજીભાઈ ચૌહાણ, જીલુભાઇ બારૈયા ગૌતમ ગુજરીયા સહિત ભાજપના ૫૦ જેટલા લોકોએ આ નાટક બંધ કરો તેવા સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો જ્‍યારે બીજી બાજુ આ ચાંચ ગામના ૧,૦૦૦ થી પણ વધારે લોકોએ જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓએ પણ જીતેગા ભાઈ જીતેગા અમરીશ ડેર જીતેગા ના નારા સાથે અમરીશ ડેરનું સ્‍વાગત કર્યું હતું અને લોકોએ જણાવ્‍યું કે ૨૦ વર્ષ સુધી આ વિસ્‍તારનો વિકાસ નો થયો હોવાનોઆ વિસ્‍તારના લોકો એવા નારા લગાવ્‍યા હતા.

આવા ચૂંટણી પ્રચારના કાર્યમાં ભાજપના વિરોધને કારણે તેની હલકી માનસિકતા છતી થયેલ છે અને લોકોમાં ખૂબ જ નારાજગી વ્‍યાપી ગયેલ હોવાનું જણાય આવે છે.

(1:33 pm IST)