Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાણાવાવમાં જુગાર રમતા ૬ શખ્સો ૮૦ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા., ૨૮:  રાણાવાવમાં જુગાર રમતા ૬ શખ્સોને ૮૦ હજારની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પો.અધિ. સુરજીત મહેડુ નાઓને માર્ગદર્શન  હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. પી.ડી.જાદવ તથા સર્વેલન્સ સ્ટાફના પો.કર્મચારી સાથે રાણાવાવ પો.સ્ટે. હતા. ચોકકસ અને આધારભુત હકિકત આધારે સલીમ ઉર્ફે મુન્નો સદરૃદીન સોરઠીયા રહે. દરબારગઢ ચોક વાણીયાવાડના ખુણે રાણાવાવ વાળો પોતાના રહેણાંક મકાને તીનપતી રોન પોલીસ  નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી હકિકત મળતા પંચો સાથે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા સલીમ   ઉર્ફે મુન્નો સદરૃદીન સોરઠીયા ઉ.વ.૪૩, બહાદુર નાથાભાઇ પોપટીયા, સદામ આમદભાઇ જોખીયા સીરાજ અબ્દુલભાઇ આડતીયા, અલ્તાફ પોપટભાઇ ઇસાણી તથા  પ્રકાશ ઉર્ફે પીન્ટુ બહાદુરભાઇ બરડાઇ સાથે પકડી પાડેલ છે.

આ જુગાર રેડની કામગીરીમાં પો.સબ ઇન્સ. પી.ડી.જાદવ તથા પો.હેડ કોન્સ. બી.જે.દાસા, વિ.એન. ભુતીયા, પો.કોન્સ. હિમાંશુભાઇ વાલાભાઇ, સંજયભાઇ વાલાભાઇ, સરમણભાઇ દેવાયતભાઇ વિગેરે રોકાયેલા હતા.

(2:33 pm IST)