Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સાવરકુંડલામાં રાત્રે ભાજપના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની જાહેર સભા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૮ :.. લીલીયા વિધાનસભા બેઠકમાં ભાજપે કોંગ્રેસ પાસે રહેલી બેઠક કબ્‍જે કરવા એડી ચોટીનું જોર લગાવ્‍યુ છે. અને સ્‍ટાર પ્રચારકો પ્રચાર માટે લાઇન લગાડી દીધી છે. શનિવારે યોગી  આદિત્‍યનાથની સભા યોજાયા બાદ આજે રાત્રે દેવળા ગેઇટ ખાતે પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ જડફિયા સભા સંબોધવાના છે. સભામાં હાજર રહેવા ભાજપ દ્વારા તમામ શહેરીજનોને આમંત્રણ અપાયુ છે. જયારે આવતીકાલે સવારે ફિલ્‍મ સ્‍ટાર પરેશ રાવલ સાથે ભાજપી કાર્યક્રમોઓ શહેરમાં બાઇક રેલી કાઢી ઉમેદવાર મહેશ કસવાળાને વિજય બનાવવા પ્રચાર કરશે.

(1:26 pm IST)