Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

‘‘આપ''ની બેનર ઝંડી દુર કરતા જામનગરમાં ઉમેદવારે ધરણા કર્યા

જામનગર : આમ આદમી પાર્ટી ના સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી જામનગર ખાતે પધારી રહેલ હોય અને તેમના રોડ શોનું આયોજન કરવામાં આવેલ હોય જે રોડ શો ના રૂટ પર જામનગર મહાનગરપાલિકા પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા ર્હોડિંગ્‍સ લગાડવા અંગેની મંજૂરી લેવામાં આવી હતી આ મંજૂરી લીધા બાદ પણ જે એમ સી દ્વારા હોડિંગ તેમજ ઝંડી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતા ૭૮ વિધાનસભાના ઉમેદવાર કરસનભાઈ કરમુર જવાબદાર અધિકારીની મુલાકાતે ગયા હતા અને ત્‍યાં સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો જામનગરના ઇતિહાસમાં કોઈપણ રાજકીય નેતા આવતા હોય ત્‍યારે તેના રૂટ પર લગાવેલ બેનર ઝંડીઓ દૂર કરવાનો આ પ્રથમ બનાવ જામનગર ખાતે જોવા મળ્‍યો છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:25 pm IST)