Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભુજમાં ખરાબ રસ્‍તાઓ, ગટર, ગંદકી ઉપરાંત રિલોકેશન સાઈટો ઉપર નવી શરતના પ્રીમિયમના પ્રશ્‍નો સહિતના અનેક મુદ્દે ભાજપનું શાસન નિષ્‍ફળઃ અરજણ ભૂડિયા

ભુજ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોક સંપર્ક અને મીટીંગોનો ધમધમાટઃ શહેર અને ગ્રામીણ વિસ્‍તારોમાં રેલી અને જાહેરસભાઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કચ્‍છમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવાઈ રહી છે. કચ્‍છની ૬ એ ૬ બેઠકો ઉપર ભાજપ સામે કોંગ્રેસનો સીધો જંગ છે. ઉમેદવારોના પ્રચાર અર્થે રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગાંધીધામ અને રાપરમાં જાહેરસભાઓ યોજાઈ ગઈ. જ્‍યારે આજે શકિતસિંહ ગોહિલ માંડવીમાં જાહેરસભા સંબોધશે. બીજીબાજુ ભુજમાં કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભૂડિયા ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં ઝંઝાવાતી પ્રચાર સાથે રેલી તેમ જ જાહેરસભાઓ યોજી રહ્યા છે. ભુજ ને અડીને આવેલ માધાપર ગામના સરપંચ અરજણ ભુડિયાના નેતળત્‍વમાં માધાપર મોડેલ ગામ તરીકે વિકાસ પામ્‍યું છે. બેંક થાપણ તેમ પોસ્‍ટ ઓફિસની એફડીમાં એશિયાનું સૌથી ધનિક ગામ એવા માધાપરના વર્ષોથી સરપંચ તરીકે ચૂંટાતા અરજણભાઈ લેઉવા પટેલ સમાજના ઉમેદવાર છે. તેમની પ્રચાર ઝુંબેશ સાથે સંકળાયેલા કચ્‍છ કોંગ્રેસના પ્રવકતા ઘનશ્‍યામસિંહ ભાટી, દીપક ડાંગર અને ગનીભાઇ કુંભાર કહે છે કે, ભુજ શહેરના સ્‍થાનિક પ્રશ્‍નોમાં ખરાબ રસ્‍તાઓ, ગટર, ગંદકી ઉપરાંત રિલોકેશન સાઈટો ઉપર નવી શરતના પ્રીમિયમના પ્રશ્‍નો સહિતના અનેક મુદ્દે ભાજપનું શાસન નિષ્‍ફળ રહ્યું છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બન્ની ખાવડાની જમીનને મહેસૂલી દરજ્જો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારની પાણીની સમસ્‍યા તેમ જ બિસ્‍માર રસ્‍તાઓ ની સમસ્‍યા છે. નર્મદાનું સિંચાઇનું પાણી ભુજ અને આહીર પટ્ટી સુધી પહોંચ્‍યું નથી. આવા અનેક પ્ર‘ોનું નિરાકરણ કોંગ્રેસ લાવશે.

(12:27 pm IST)