Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

માળીયા હાટીનાની માતરવાણીયા પે સેન્‍ટર દ્વારા અકાળા ( વિરડી) શાળા ખાતે વિજ્ઞાન મેળો

માળીયા હાટીના :  વિશ્વ આખું વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે ત્‍યારે આપણો ભારત દેશ પણ ગણીત, વિજ્ઞાન, અને પર્યાવરણમા આધુનિક ટેકનોલોજીમાં આગળ વધે અને વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાથી જ વધારે રૂચિ રાખી દેશનું નામ રોશન કરે તેવા હેતુથી સ્‍કૂલો દ્વારા વિજ્ઞાન મેળાના આયોજન કરવામાં આવે છે. જેમા  માળીયા હાટીના તાલુકાની માતરવાણીયા પે સેન્‍ટરની નવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અકાળા (વિરડી) પ્રાથમિક શાળા ખાતે વિવિધ ૪૫ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમા લઝર લાઈટ દ્વારા આધુનિક સિકયુરિટી સીસ્‍ટમથી દેશની બોર્ડર અને VVIP લોકોની સુરક્ષા તેમજ ખેતીવાડી અને ઘરની સુરક્ષા માટેની નહિવત ખર્ચમા તૈયાર થતી ઉત્તમ કૃતિ રજૂ કરવામાં આવી હતી તેમજ ગણીત, વિજ્ઞાન, અને પર્યાવરણની જાળવણી તેમજ પરીવહનને લગતી  આધુનિક ટેકનોલોજીની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્‍યારે અકાળા ગામના સરપંચ બહાદુરભાઈ કાગડા ઉપસરપંચ દિનેશભાઈ ચાવડા, માજી સરપંચ વનરાજસિંહ કાગડા સહિત આગેવાનો અને મોટી સંખ્‍યામાં ગામ લોકો હાજર રહી આ કૃતિઓ જોઈ વિદ્યાર્થીઓની  પ્રશંસા કરી બિરદાવ્‍યા હતા ત્‍યારે આ કાર્યક્રમને સફળ બનાવવા અકાળા (વિરડી ) પ્રાથમિક શાળાના શિક્ષક સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવી સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મહેશ કાનાબાર માળીયા હાટિના)

(12:42 pm IST)