Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કોંગ્રેસને લીડ અપાવનારને ૩૧ લાખનું ઇનામ આપવાનો વિડીયો વાયરલ કરનાર ગોંડલના નાગડકાના રાજેશ સખીયા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા., ર૮:  ગોંડલમાં વિધાનસભાની ચુંટણી અન્વયે કોંગ્રેસને લીડ અપાવનાર આગેવાનોને ૩૧ લાખનું ઇનામ આપવાનું વિડીયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ વિધાનસભા  ચુંટણીના આચારસંહિતા વિભાગના નોડલ ઓફીસર અશ્વીનકુમાર વ્યાસે રાજેશ લાલજીભાઇ સખીયા (રહે. નાગડકા, તા. ગોંડલ) સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી  રાજેશ સખીયાએ પોતાના રાજુ સખીયા તથા  રાજેશ સખીયા નામના ફેસબુક આઇડી પરથી ફેસબુક લાઇવ થઇ ગોંડલ વિધાનસભા મત વિસ્તારના કોઇ પણ ગામના સરપંચ કે આગેવાનો કોંગ્રેસ પક્ષને વધારે લીડ અપાવશે તો તેને રૃા.૩૧ લાખની રોકડ રકમ ઇનામ આપવાની જાહેરાત કરી હતી અને આ અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે રાજેશ સખીયા સામે આઇપીસી કલમ ૧૭૧(બી), ૧૭૧ (ઇ) તથા લોકપ્રતિનિધીત્વ  અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ૩૧ લાખ રૃપીયા આપવાનો વિડીયો વાયરલ કરનાર રાજેશ સખીયા કોંગ્રેસી કાર્યકર છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(12:05 pm IST)