Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

બાબરાના કોટડાપીઠામાં પત્નિ સાથે ઝઘડો થતાં ધર્મેશ એસિડ પી ગયો

રાજકોટ તા. ૨૮: બાબરાના કોટડાપીઠા ગામે રહેતાં ધર્મેશ નાનજીભાઇ પરમાર (ઉ.૩૦) નામના યુવાને એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૃ અને તોૈફિકભાઇ જૂણાચે બાબરા પોલીસને જાણ કરી હતી. ધર્મેશ છુટક મજૂરી કરે છે. તેને પત્નિ રંજન સાથે સામાન્ય બાબતે બોલાચાલી ઝઘડો થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું તેના સગાએ જણાવ્યું હતું.

અંબોરડીમાં મહિલા દાઝી

સાવરકુંડલાના અંબરોડી ગામે રહેતી જુરમાબેન સૈનુ હટીલા (ઉ.૩૫) રસોઇ બનાવતી વખતે ભડકો થતાં મોઢા પર દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

(12:00 pm IST)