Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ચિતલ ગામે લુંટ દરમ્‍યાન જાનથી મારી નાંખવાની કોશિષ સહિત આઠ ચોરીઓના ગુન્‍હાઓ ડીટેક્‍ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

વૃધ્‍ધ દંપતી પર હુમલો કરી લુંટ કરતી વધુ એક ગેંગ ઝડપાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૮ : ગત તા. ૧૮/૯/૨૦૨૨ની રાત્રીના ચિત્તલ ગામે આદેશનગરમાં રહેતાં નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરોલીયા (ઉવ.૬૩) વાળા પોતાની પત્‍ની સાથે ઓસરીમાં સુતા હતા, તે વખતે ત્રણ અજાણ્‍યા આરોપી ઇસમોએ વંડી ટપી, લુંટ કરવા જતા નાથાભાઇ તેમજ તેમનાી પત્‍ની જાગી જતા, એક ઇસમ નાથાભાઇનું મોઢુ દબાવી, જાનથી મારી નાખવાના ઇરાદે નાથાભાઇને માથાના ભાગે તથા ડાભા ખભાના ભાગે હથોડીના મરણતોલ ઘા મારેલ અને બીજા ઇસમે નાથાભાઇના પત્‍નીને ખાટલા ઉપરથી નીચે પછાડી, ઢસડી, તેમના શરીરે આડેધડ મારમારી, હાથે ફ્રેકચરની ઇજા કરેી. આ દરમ્‍યાનમાં નાથાભાઇ તથા તેમના પત્‍નીએ રાડારાડ કરતા, આ ત્રણ અજાણ્‍યા આરોપી ઇસમો લુંગ કર્યા વગર ભાગી ગયેલ. તે પહેલા રાત્રિ દરમ્‍યાન કોઇ પણ સમયે ચિતલ ગામે અન્‍ય સાહેદોબીન એગ્રોની દુકાનમાંથી રોકડ રૂપિયા ૩૮,૫૦૦ તથા એલ.સી.ડી. ટી.વી. તેમજ હાર્ડ ડીસ્‍ક ડી.વી.આર.ની ચોરી કરી તેમજ બીજા સાહેદોના ગેરેજના દુકાનમાં ચોરીની કોશીશ કરી, ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે અંગે નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરાલીયાએ અજાણ્‍યા ત્રણ આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૭૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૦૭,૩૯૩,૩૯૪,૩૯૮,૩૮૦,૪૫૭,૫૧૧,૧૨૦ બી, ૩૪,૧૧૪ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

 ગઇ તા. ૩૧/૮/૨૦૨૨ના રોજ રાત્રીના કોઇ પણ સમયે કમલેશભાઇ બાબુભાઇ મીરોલીયા, રહે. ચિતલ વાળાના ઘરમાં કોઇ અજાણ્‍યા ચોર ઇસમોએ વંડી ટપીને બે રૂમ તેમજ રસોડાના તાળા તોડી, કબાટમાંથી કમલેશભાઇ મીરોલીયાની વાડીએ કામ કરતા મજુર કમલેશભાઇ જતલાભાઇ વસુનીયાની પત્‍નીનો ચાંદીનો હાર, વજન આશરે ૫૦૦ ગ્રામ, કિં. ૨૭,૫૦૦ તથા તેમના ઘરમાં આવેલ મંદિરમાંથી કૃષ્‍ણ ભગવાનની પિત્તળની મૂર્તિ કિં.રૂા. ૨૦૦૦ ની ઘરફોડ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે કમલેશભાઇ વસુનીયાએ અજાણ્‍યા ચોર ઇસમો વિરૂધ્‍ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્‍ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૮૬૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

દરમિયાન હકિકત મળેલ કે અમરેલી ઠેબી નદીના કાંઠે, ડેમ તરફ જવાના રસ્‍તે બે શંકાસ્‍પદ ઇસમો આંટાફેરા મારે છે, અને કોઇ મિલ્‍કત વિરૂધ્‍ધનો ગુનો આચરવાની તૈયારીમાં છે. તેવી હકીકત મળતા તુર્ત જ એલ.સી.બી. દ્વારા મળેલ બાતમી આધારે વર્ણન વાળા બે ઇસમોને પકડી પાડી, તેમની અંગઝડતી કરતાં, તેમની પાસેથી ચોરીનો ચાંદીનો હાર અને મોબાઇલ ફોન મળી આવેલ. પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતા તેઓએ ઉપરોકત અનડીટેકટ ગુન્‍હાઓને અંજામ આપેલ હોવાની ચોંકાવાનારી કબુલાત આપેલ હતી.

પકડાયેલ કમલેશ દલુ સિંગાર (ઉવ.૨૧) ગામે. ઉદયગઢ, ઇન્‍દ્રા કોલોની હાલ રહે. શેડુભાર, ચંદુભાઇ બોદરની વાડીએ (૨) દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) ઉવ.૨૨ રહે ગામ ઉદયગઢ, હટુ ફળીયા, થાના -ઉદયગઢ , તા. જોબટ, જિ.અલીરાજપુર, મધ્‍યપ્રદેશ હાલ રહે. શેડુભાર વિઠ્ઠલભાઇ ગજેરાની વાડીએ પાસેથી એક ચાંદીનો હાર વજન આશેર ૯૮૭.૫૦૦ ગ્રામ જેની કિં.રૂા. ૨૭,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૨ કિં.રૂા. ૧૫,૦૦૦ મળી કુલ કિં. રૂા. ૪૨,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ બંને ઇસમોની સઘન પુછપરછ કરતાં (૧) આશરે ચાર-પાંચ મહિના પહેલા કમલેશ દલુ સીંગારએ પોતાના મિત્રો દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ)  તથા શેરૂ સીંગાર સાથે મળીને જામનગરના લાલપુર મુકામે માર્કેટની બાજુમાં આવેલ એક બિલ્‍ડીંગમાંથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા ચાલીસ હજારની ચોરી કરેલ. (૨) એકાદ મહિના પહેલા કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ)નાઓએ શેરૂ સીંગાર સાથે મળી, રાજકોટના પડધરી ગામે એક વાડીમાંથી કાળા કલરના સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલની ચોરી કરેલ. પછી તે મોટર સાયકલ ધરાઇ વાવડી ગામ પાસે છોડી દીધેલ અને ત્‍યાં વાડીએ એક ઝુંપડામાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ. (૩) એક મહિના પહેલા દીવાને રેમસિંહ મોહનીયાએ પોતાના મિત્રો કમલેશ દલુ સીંગાર અને શેરૂ સીંગાર સાથે મળીને ચિત્તલની બાજુમાં આવેલ ખીજડીયા ગામે એક વાડીમાં આવેલ ઓરડીના દરવાજા ખોલી એક મોબાઇલ ફોન તથા તેલના ડબ્‍બાની ચોરી કરેલ. (૪) સાતેક મહિના પહેલા કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) નાઓએ શેર શીંગાર સાથે મળી રાજકોટના આજીડેમ વિસ્‍તારમાં એક ઝુંપડામાંથી બે મોબાઇલ ફોન તથા સાડા પાંચ મહજાર રૂપિયા ચોરી કરેલ. (૫) ઉપરોકત બનાવના બે ત્રણ દિવસ પછી કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) નાઓએ શેર સીંગાર સાથે મળી રાજકોટના કાલાવડ ગામે એક વાડીમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ. (૬) ગયા ચોમાસાના સમય દરમ્‍યાન કમલેશ દલુ સીંગાર તથા દીવાન રેમસિંહ મોહનીયા (મુએલ) નાઓએ શેરૂ સીંગાર સાથે મળી, જામનગર બસ સ્‍ટેશનની બાજુમાં આવેલ ઝુંપડામાંથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા પંદર હજારની ચોરી કરેલ હતી.

 પકડાયેલ આરોપીઓ મધ્‍યપ્રદેશના હોય, ખેત મજુરી અને છુટક મજુરી કામ કરવા ગુજરાત રાજયમાં અલગ અલગ સ્‍થળોએ ફરત હોય, તેઓએ ઉપરોકત ગુનાઓ સિવાય અગાઉ ગુજરાત રાજયમાં અન્‍ય કોઇ જગ્‍યાએ આ પ્રકારના ગુનાઓ કરેલ છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સે એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ મહેશભાઇ સરવૈયા, જાવિદભાઇ ચૌહાણ, હેડ કોન્‍સ. અજયભાઇ સોલંકી, સુખદેવભાઇ ગોંડલીયા, પો.કોન્‍સ. ઉદયભાઇ મેણીયા, મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી, રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

(11:59 am IST)