Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોરબીના મકનસર નજીક ફેકટરીમાં અકસ્માતે યુવાનનું મોત

સિરામિક ફેકટરીમાં કોલસો દળવાનું મશીન રીપેરીંગ કરતી વેળાએ મશીન ચાલુ થઇ જતા શ્રમિક યુવાનને ઈજા બાદ સારવાર દરમિયાન મૃત્યુ .

મોરબી તાલુકાના મકનસર ગામ નજીકની સિરામિક ફેકટરીમાં કોલસો દળવાનું મશીન રીપેરીંગ કરતી વેળાએ મશીન ચાલુ થઇ જતા શ્રમિક યુવાનને ઈજા પહોંચી હતી જે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મકનસર ગામ નજીક મીલેનીયમ સિરામિક કારખાનામાં રહીને કામ કરતા સુજીત સુદામાસિંહ રાજપૂત (ઉ.વ.૨૦) નામના યુવાન સિરામિક કારખાનામાં કોલસો દળવાનું મશીન રીપેરીંગ કરતા હતા ત્યારે અચાનક મશીન ચાલુ થતા યુવાનને હાથ અને પગમાં ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:34 pm IST)