Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભારતની સંસદમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ વક્તવ્ય આપ્યું.

 રામાનુજ હિરલએ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દીરા ગાંધી વિશે સંસદ ભવનમાં ધારદાર વક્તવ્ય રજુ કર્યુ

મોરબી : ભારતના રાષ્ટ્રીય નેતાઓને જન્મ જયંતી પર વક્તવ્યરૂપી અંજલિ આપવા સમગ્ર ભારતમાંથી ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાત અને મોરબી જેવા નાના શહેરમાંથી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની રામાનુજ હિરલે પસંદગી પામીને સમગ્ર ભારતવર્ષમાં નામ રોશન કર્યું છે
  રામાનુજ હિરલએ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દીરા ગાંધી વિશે સંસદ ભવનમાં ધારદાર વક્તવ્ય રજુ કર્યુ હતું. તેમની આ અનન્ય સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલા, સ્ટાફગણ અને સમગ્ર નવયુગ પરીવારએ અભિનંદન પાઠવ્યા હતા.

(10:32 pm IST)