Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ધ્રોલઃ મંડળીમાંથી ધીરાણ લેતા સભાસદોને નાબાર્ડ તરફથી ૩ ટકા વ્યાજ વળતરની રકમ ચૂકવવા માંગણી

રાઘવજીભાઇ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી અને નાબાર્ડમાં રજૂઆત

(હસમુખરાય કંસારા) ધ્રોલ, તા.ર૮ : ૭૭-જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા નાબાર્ડમાં અને કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાને લેખીતમાં રજુઆત કરી હતી.

જામનગર જીલ્લા સહકારી બેંક લી., જામનગર સાથે જોડાયેલ ખેતી વિષયક સહકારી મંડળીઓના ખેડૂત સભાસદોએ સને ર૦૧૮-૧૯ના વર્ષમાં મેળવેલ પાક ધીરાણની રકમ એપ્રિલ, મે. ર૦૧૯ના સમયગાળામાં મુદત તથા વ્યાજ સાથે ભરપાઇ કરી આપેલ છે. કેન્દ્ર-રાજય સરકારશ્રીની ૦% વ્યાજની યોજના મુજબ ૭ ટકા વ્યાજમાંથી રાજય સરકાર તરફથી નિયમ મુજબ મળવાપાત્ર ૪ ટકા રકમ રાજય સરકાર તરફથી મળી ગયેલ છે.

પરંતુ કેન્દ્ર સરકાર-નાબાર્ડ તરફથી ૭ ટકા વ્યાજમાંથી નિયમ મુજબ મળવાપાત્ર ૩ ટકા વ્યાજની રકમ હજુ સુધી સભાસદોને મળેલ નથી. આ રકમ દોઢ વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં કેન્દ્ર સરકાર નાબાર્ડ તરફથી મળેલ ન હોય તો આ ૩ ટકા વ્યાજ વળતરની રકમ તાત્કાલીક મંડળીમાંથી ધીરાણ લેતા સભાસદોને મળે તે માટેની કાર્યવાહી કરાવવા રજુઆત કરી છે.

(1:04 pm IST)