Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જામનગર જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે લોન્ડ્રી મશીનો કાર્યરત

જામનગર : ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા શ્રી રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉધ્ઘાટન કરાયું હતું. આ લોન્ડ્રી એરિયામાં કોવિડના પેશન્ટ માટે વપરાયેલા કપડાને સ્વચ્છ કરવા ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં આ સુવિધાનો ઉમેરો કરવામાં ટાટા કેમિકલ્સ લિમિટેડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. આ તકે, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ કલેકટર ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, અધિક ડીન ડો. ચેટરજી, ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા)

(1:03 pm IST)
  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • ભડકાઉ ભાષણ દેવા બદલ અક્બરુદીન ઓવેસી અને તેલંગણા ભાજપ અધ્યક્ષ બાંદી સંજય વિરુદ્ધ કોર્ટ કેસ : હુસેન સાગર તળાવના કાંઠે મુકાયેલી પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ ,તથા એન.ટી.રામરાવની સમાધિ હટાવી દેવાની ચીમકી મુદ્દે બબાલ : હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણી પ્રચારમાં સામસામા ભડકાઉ નિવેદનો કર્યા access_time 6:08 pm IST