Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

લાલપુરમાં જીવલેણ હથીયારો વડે હુમલો : સામસામી ફરીયાદઃ ૩ જામનગર સારવારમાં

જામનગરઃલાલપુરમાં અથડામણમાં ફાયરીંગની ઘટના બની હતી. લાલપુરના હુશેનીચોકમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. અગાઉ છેડતીની ઘટનાને લઇને પોલિસ મથકે કરેલ રાવને લઇને મનદુઃખમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. આ જૂથ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા જામનગર ખસેડાયા હતા.(તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)(૨૩.૧૪)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: લાલપુર પોલીસ સ્ટેશનમાં સબીરભાઈ ઈસ્માયલભાઈ દોદેપોત્રા એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.ર૭–૧૧–ર૦ર૦ના લાલપુર હુશેની ચોકમાં આરોપીઓ બશીર સીદીક સમા, નવાઝ બશીર સમા, યુસુફ મજીદ સમા, આરીફ મજીદ સમા, રફીક ઈબ્રાહીમ સમા, ઈરફાન ઈબ્રાહીમ સમા, જીકર બશીર સીદીકનો બનેવી , આરીફ રાણાવાવવાળો, આરીફ મજીદ સોલંકી, ઓસમાણ ઈશાક સમા, આસલી અબાબભાઈ તથા અજાણ્યા માણસો એ એક સંપ કરી તીક્ષ્ણ હથીયારો પાઈપ છરી લાકડાના ધોકા તથા બેઝબોલના ધોકા તથા બંધુક ધારણ કરી ઈજા પામનાર સાહેદ ગુલમામાદ જુસબભાઈ અખાણીને આરોપી જીકર એ જીવલેણ હુમલો કરી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે લોખંડના પાઈપનો એક ઘા કરી ગંભીર ઈજા કરી તથા એક ઘા ડાબા હાથ ઉપર ફેકચર જેવી ઈજા કરી આરોપીઓએ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા તથા બેઝબોલના ધોકાઓ વડે શરીરે આડેધડ માર મારી ઈજા કરી તથા ઈજા પામનાર સાહેદ સબીર હુશેન અખાણીને માથાના ભાગે આરોપી બશીર સીદીક સમાએ લોખંડના પાઈપ વડે એક ઘા મારી તથા સાહેદ હારૂન અલારખાને આરોપી આરીફ એ છરી વડે છરકા જેવી ઈજા કરી આરોપીઓએ પથ્થર વડે સાહેદોને માર મારી ઈજા કરી તથા આરોપી ઓસમાણ ઈશાક સમાએ નારવાળી બંદુક વડે હવામાં ફાયરીંગ કરી આરોપીઓએ એક સંપ કરી પોતાના સમાન ઈરાદો પાર પાડવા હથીયાર ધારણ કરી સાહેદોને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં આરીફ અબ્દુલ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.ર૭–૧૧–ર૦ર૦ના લાલપુર ના હુશેની ચોકમાં આરોપીઓ અકરમ હલુભાઈ, અસલમ ઉર્ફે ભદો હલુભાઈ, આરોપી અકરમ તથા અસલમનો સગો ભાઈ  ગુલામામદ, આમદ, સબીર હુશેન, હારૂન તથા અજાણ્યા ઈસમો એ એક સંપ કરી લોખંડના પાઈપ ધારણ કરી ઈજા પામનાર સાહેદ રજાક ઈબ્રાહીમ સમા ને આરોપી ગુલમામદએ લોખંડના પાઈપનો એક ઘા ડાબા પગે મારી ફેકચર જેવી ઈજા કરી તથા સાહેદ મજીદ ગનીભાઈ સોલંકી તથા ફરીયાદી આરીફ અબ્દુલ સોલંકી ને આરોપીઓએ લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી મુંઢ ઈજાઓ કરી. એક સંપ કરી પોતાના સમાન ઈરાદો પાર પાડવા હથીયાર ધારણ કરી સાહેદોને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:01 pm IST)
  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST