Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સાવરકુંડલાના મિતીયાળામાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૮ : સાવરકુંડલાના મીતીયાળા ગામે રહેતા યુવાન લાલજીભાઇ રામજીભાઇ જજવાડીયા વાવવા રાખેલ વાડીમાં કોઇ અગમય કારણસર ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું રામજીભાઇ જજવાડીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સગીરાને ભગાડી

મુળ ચાંચ બંદર હાલ નાના ભમોદ્રામાં રહેતી સગીરાને મૂળ ચાંચ બંદર હાલ રાજુલા રહેતા કાળુ ધીરૂ ચૌહાણ લલચાવી ફોસલાવી બદઇરાદે ભગાડી ગયાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર રમતા

મોટા કસ્બાવાડમાં જુગાર રમતા ઇસ્માઇલ સિકંદરખાન પઠાણ, તાલીફ ઉર્ફે જહાંગીર મહમદ પઠાણ, રૂસ્તમ મહેબુબ શેખ, યાકીબ આસીફ, અફજલ અલારખ શેખને હે.કોન્સ. બહાદુરભાઇ વાળાએ રોકડ રૂ.૧૦,ર૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

મારમાર્યો

ફતેપુર રોડ ઉપર બીજ નિગમ પાસે રહેતી મીનાક્ષીબેન મહેબુબભાઇ ભાડુલા ઉ.વ.ર૧ને પતિ સાથે મામાની દિકરી કોમલબેન આવેલ. જેથી પતિને જણાવેલ કે કોમલ કેમ અહીં આવેલ છે જેથી પતિએ કોમલ સાથે તુ શું કામ વાતો કરે છે તેવું જણાવી ઉશ્કેરાઇ વાળ પકડી ઢીકાપાટુનો મારમાર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

ગળકોટડી રોડ ઉપર આવેલા રામદેવપીર મંદિર નજીક ફોરવ્હીલ જી.જે.૦૧ આર.એસ.પ૧૮૪ના ચાલકે પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી લ્યુના મોપેડ જીજે-૦૩-વી-રપ૯પ સાથે અથડાવી નરસિંહભાઇ બાબાભાઇ વામજા ઉ.વ.૭૦ રહે. ગળકોટડીવાળાને ઇજાઓ કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દવા પી લેતા મોત

તાલુકાના સરંભડા ગામે રહેતા વિક્રમ કાળુભાઇ માથાસુળીયા ઉ.વ.ર૩ને કોઇ કામ ધંધો ન કરતા માતાએ કપાસ વિણવા જવાનું જણાવતા. પોતાને લાગી આવતા ગોપાલગ્રામ સીમમાં ઘરેથી નિકળીને ઝેરી દવા પી જતાં નિપજયાનું પિતા કાળુભાઇ માથાસુળીયાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

નુકશાન

બગસરામાં ટ્રક નં.જી.જે.૩વાય ૭૪૩૩ના ચાલકે પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી કાર નં. જીજેર૭સી ૩૦૧૩ સાથે અથડાવી કારને રૂ.૪૦ હજારનું નુકશાન કર્યાની રસીકભાઇ સેલડીયાએ બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:58 pm IST)
  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST