Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જૂનાગઢમાં ૪૮ હજારનો દારૂ ભરેલ કાર ઝડપાઈ

જૂનાગઢઃ સી-ડિવીઝન પોલીસ સ્ટેશન પીએસઆઈ કે.એસ. ડાંગર તથા હેડ કોન્સ. નારણભાઈ હડીયા, પો. કોન્સ. ભગવાનજી વાઢીયા, પો. કોન્સ. ગોવિંદભાઈ પરમાર, પો. કોન્સ. કરણસિંહ ઝણકાત, પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી વિગેરે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન ગાંધીગ્રામ તરફથી એક સફેદ કલરની એકસેન્ટ ફોરવ્હીલ કાર જેના રજી નંબર જીજે ૧૮ એ-ઝેડ ૨૨૮૪ની આવતા દરમ્યાન આ ફોરવ્હીલ કાર ચાલક પોલીસને જોઈ નાસી જતા તે કારનો પીછો કરતા મજકુર કાર ચાલક તથા અજાણ્યા બે ઈસમો મળી આ ભાયા કાના રબારી રહે. જૂનાગઢવાળાઓ ફોરવ્હીલ કાર મુકી નાસી ગયેલ જે કારમાંથી ઈંગ્લીશ દારૂ કુલ પેટીઓ નંગ-૧૦માં કુલ બોટલ ૧૨૦ કિં. રૂ. ૪૮૦૦૦ તથા હ્યુન્ડાઈ એકસેન્ટ કાર જેના રજી. નંબર જીજે ૧૮ એ-ઝેડ ૨૨૮૪ની કિં. રૂ. ૨,૦૦,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૨,૪૮,૦૦૦નો ઉપરોકત તમામ મુદામાલ મળી આવી એકબીજાને મદદગારી કરી આરોપીઓ નાસી જતા સી-ડિવી. પો. સ્ટે.માં પ્રોહી એકટ ક. ૬૫.ઈ.૮૧ વિગેરે મુજબનો ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી તપાસ તજવીજ ચાલુ છે.

(11:48 am IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST