Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સોશ્યલ ડિસ્ટન્સના નામે આડેધડ દંડના વિરોધમાં બગસરા બે દિ' બંધ

વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, કરિયાણા એસોસીએશન સહિત વેપારીઓ સંસ્થાઓની બેઠકમાં નિર્ણય : ન્યાય ન મળે તો અચોક્કસ મુદ્દત સુધી બંધની ચિમકી

તસ્વીરમાં બગસરામાં વેપારી આગેવાનોની મળેલી બેઠકમાં ઉપસ્થિત આગેવાનો, વેપારીઓ નજરે પડે છે.

(દર્શન ઠાકર દ્વારા) બગસરા તા. ૨૮ : બગસરામાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ ના બહાના હેઠળ ફટકારવામાં આવી રહેલા આડેધડ દંડ ના વિરોધમાં તંત્રને રજૂઆત કરવા છતાં રાહતના કોઈ પગલા લેવામાં ન આવતા વેપારી સંસ્થાઓ દ્વારા આગામી શનિ-રવિ બગસરા બંધનું એલાન જાહેર કરેલ છે.

બગસરામાં મામલતદાર કચેરી, પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા સંયુકત ડ્રાઇવ યોજીને બગસરાના વેપારીઓ પાસેથી માસ્ક આજે વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, કરિયાણા એસોસિએશન સહિતની વેપારી સંસ્થાઓના અગ્રણીઓની મળેલી સંયુકત બેઠકમાં આગામી બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર માટે સમગ્ર બગસરા શહેરના તમામ વેપાર ધંધા બંધ કરી દેવા માટેનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બગસરા શહેરના વિજય ચોકમાં આ બાબતે જાહેર પ્રસિદ્ઘિ કરી તમામ વેપારીઓને અવગત કરી દેવાયા છે.

વેપારીઓ દ્વારા આપવામાં આવેલા બે દિવસ બંધના એલાન બાદ પણ જો તંત્ર દ્વારા કોઈ ચોક્કસ ખાતરી આપવામાં નહીં આવે તો આ બંધને અચોક્કસ મુદત સુધી જાહેર કરવાની તૈયારી પણ વેપારી સંસ્થાના આગેવાનો દ્વારા સંયુકત રીતે જણાવવામાં આવેલ છે.તંત્રને પણ બગસરાના વેપારીઓ તથા ગ્રામ્ય પ્રજાને દંડ ફટકારવામાં કોઈ રસ નથી પરંતુ વડી કચેરીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવતા હોવાથી તેમને પણ ફરજિયાત આ કાર્ય કરવું પડતું હોવાનો ગણગણાટ અધિકારીઓ માં જોવા મળ્યો હતો.

(10:55 am IST)