Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગોંડલ શાક માર્કેટમાં શાકભાજીની વિપુલ આવક : ભાવમાં ઘટાડો

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા. ૨૭ : અહીં માંડવી ચોકમાં આવેલ શાકમાર્કેટમાં શિયાળુ શાકભાજીની વિપુલ આવક શિયાળુ શાકભાજી રીંગણા, મેથી, મરચા, ફલાવર, દૂધીની પુષ્કળ આવક થાય છે.

ગૃહિણીઓ શાકભાજીની આવકથી અને ભાવ પણ અડધા થઇ ગયા હોવાથી રાજીના રેડ છે. ટમેટા જે ૬૦ રૂપિયે કિલો હતા તે ૩૦ થી ૪૦ અને મરચાના સીસકારા બોલાવતા ભાવ હતા તે સાવ ઘટી ગયા છે. ડુંગળી લીલીની પણ બહુ આવક છે. શાકભાજીના ભાવ ઘટી ગયા હોવાથી લોકો આનંદમાં છે.

(11:37 am IST)