Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ભાણવડ તાલુકાના રાણપર ગામમા સાળાએ કુવાડીના ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી

અન્ય એક મહિલા પણ ગભીર રીતે ઇજાગ્રસ્ત: મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામમા મર્ડર ની ઘટના બની છે મળતી વિગત મુજબ  સગા સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બબાલ થતા સાળાએ કુવાડીના ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી છે  અન્ય એક મહિલા પણ ગભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે
બનાવ ની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી છે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ છે,  પોલીસે પંચનામા સહિતની કામગીરી હાથ ધરી છે, જુની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ છે .

(10:38 pm IST)