Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો

મોટાભાગના ગરબી આયોજન બંધ :વરસાદને પગલે ખેલૈયાઓમાં નારાજગી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે મોટાભાગના ગરબી આયોજન બંધ રાખવામાં આવશે. વરસાદને પગલે ખેલૈયાઓમાં પણ નારાજગી છવાઈ હતી.

(9:09 pm IST)