Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જામનગરમાં ઘરફોડી કરનાર ૪ દિ'માં ઝડપાયો

જામનગર તા. ર૮: એકડે એક બાપુની દરગાહ પાસે એક ઇસમ ઉભેલ છે જેને શરીરે સફેદ શર્ટ તથા બ્‍લુ જીન્‍સ પહેરેલ છે તે સોના, ચાંદીના દાગલીના વેચવા માટે પ્રયત્‍ન કરે છે જે હકીકત આધારે તપાસ કરતા આરોપી અકબર હુસેનભાઇ સાલેમામદ બુટા માજોઠી ઉ.વ. ર૧ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. ગાંધીનગર, રેલ્‍વે સ્‍ટેશન પાછળ, એકડે એક વિસ્‍તાર, વસીલા ચોક, જામનગર વાળાને પકડી પાડી મજકુકુરની અંગઝડતી કરતા ખીસ્‍સામાંથી પ્‍લાસ્‍ટીકની કોથળી મળી આવેલ.

જેમાં સોના, ચાંદીના મળી આવેલ જે આધારે મજકુરની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ચાર દિવસ પહેલા ધરાનગર-૦૧, હાઉસીંગ બોર્ડની ચાલીમાં આવેલ એક મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ સોના, ચાંદીના દાગીના કુલ કી. રૂ. ર૯,૬૦૦/- રીકવર કરી જામ. સીટી બી ડીવી. પો. સ્‍ટે.નો અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે.

આ કામગીરી પો. ઇન્‍સ. કે. જે. ભોયે તથા પો. સબ ઇન્‍સ. ડી. એસ. વાઢેર તથા એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કોન્‍સ્‍. ધર્મેન્‍દ્રસિંહ જ ાડેજા, વનરાજભાઇ ખવડ, સંજયભાઇ પરમાર, યુ઼વરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(1:59 pm IST)