Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જામનગર ખાતે વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલન સંપન્‍ન

જામનગર : જામનગર ખાતે પ૧ થી ૮૦ વર્ષના એકલવાયા વડીલો માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન બ્રાવો ઇન્‍ટરનેશનલ એવોર્ડ અને ઇન્‍ડીયા બુક ઓફ રેકોર્ડ્‍સ એવોર્ડ મેળવનાર, તેમજ આમીરખાનની સીરીયલ સત્‍ય મેવ જયતે દ્વારા સંમાનીત સંસ્‍થાના અનુબંધ ફાઉન્‍ડેશન દ્વારા ૭૦મું સંમેલન યોજાયુ હતુ. ઉદઘાટનમાં જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગરના પ્રમુખ સેક્રેટરી અને અન્‍ય હોદેદારો તેમજ લાલપુર એ.પી.એમ.સી.ના ડીરેકટર ઉપસ્‍થિત રહયા હતા. અનુબંધ ફાઉન્‍ડેશનના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્‍યું હતું કે આજકાલ કુટુંબના સભ્‍યો પાસે વડીલો માટે સમય નથી, તેથી પાનખરમાં પણ વસંત લાવવા માટે ઢળતી ઉંમરે જીવનસાથીની ખુબ જરૂર છે. યોગ્‍ય સાથી મળી જાય તો પ-૧૦ વર્ષ આયુષ્‍ય વધી જાય છે. તેમજ પુનઃલગ્ન કરવા એ સિનિયર સિટીઝનનો અધિકાર છે.ત ેમાં વારસદારો દખલ કરી શકે નહી. આ સંમેલનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્‍ટ્ર, તેલંગણા, આંધ્રપ્રદેશ, રાજસ્‍થાન, દિલ્‍હી, હરિયાણા વગેરે રાજયોમાંથી પ૦ થી ૮૧ વર્ષના ઉમેદવારો હાજરી આપી હતી. સંમેલનના અંતે પ થી ૧૦ જોડી તૈયાર થશે તેવી ધારણા છે. આ કાર્યક્રમને સફળતાપુર્વક પાર પાડવામાં અનુબંધ ફાઉન્‍ડેશનના કાર્યકર્તા ચંદ્રકાંતભાઇ રાવલ, નવીનભાઇ પટેલીયા, ભુપતસિંહ સોની, કૈલાશબેન રાવલ, કિન્‍નરીબેન લાખાની, હેમાબેન કકકડ વગેરેએ ફાળો આપેલ હતો.

(1:41 pm IST)