Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જૂનાગઢમાં રાજા રામમોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે રેલી

જૂનાગઢ :  ભારત સરકારના સાંસ્કૃતિક હસ્તકનાં રાજા રામમોહન રોય, લાઇબ્રેરી ફાઉન્ડશન કલકત્તા તેમજ રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં ગ્રંથાલય ખાતુ ગાંધીનગરના ગ્રંથાલય નિયામક, ડો. પંકજ ગૌસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગર, આર.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય,  ખાતે રાજા રામમોહન રોયની ર૫૦ મી જન્મજયંતી નિમિતે સ્ત્રી સશકિતકરણની ર૦૦ વિદ્યાર્થીનીઓની રેલી કે.જી.ચૌહાણ સ્કુલથી અક્ષરમંદિર સુધી નીકળી. આ રેલીને  મેયર ગીતાબેન પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, નીતાબેન વાળાએ રેલીને લીલીઝેડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતંુ. આ કાર્યક્રમમાં અંધજન મંડળની બાળાઓએ નૃત્ય કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા તેમજ રાજા રામમોહન રોય દ્વારા કરેલા મહત્વના પૈકી સતીપ્રથા, બાળ લગ્ન, વિધવા પુનઃલગ્ન, સ્ત્રીનાં શિક્ષણનો હક જેવા અગત્યના આબેહુબ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા. વેશભુષામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મું, કલ્પના ચાવલા, ઝાંસીની રાણી, ક્રિકેટર, મધર ટેરેસા, ભારતમાતા, તેમજ વિધાર્થીઓ દ્રારા મિલેટ્રી, તેમજ ડોકટરના ડ્રેશ પહેરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થીતી તરીકે રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગ્રંથપાલ  જે.કે.ચૌધરી વડોદરા, મદદનીશ ગ્રંથપાલ નિયામક ભાવનગર, આર.ડી.પરમાર ઉપસ્થીત રહ્યા હતા. તથા કે.જી ચૌહાણ સ્કુલના આચાર્ય રમાબેન ઉપસ્થીત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૫/૦૮/ર૦ર૧ થી ૧૫/૦૮/૨૦૨૨ સુધી સરકારી જિલ્લા પુસ્તકાલય જુનાગઢમાં કુલ ૧૫ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેના લીધે મેયર ગીતાબેન પરમાર દ્વારા સરકારી જિલ્લા પુસ્તકાલયને સન્માનપત્ર આપવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ મહેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:40 pm IST)