Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પોરબંદરમાં ગાંધી જયંતીએ બંદોબસ્‍તના નામે લોકોને હેરાનગતી થાય નહીં તે જોવા માંગણી

માણેક ચોક ઓટલા સમીતી દ્વારા મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆતો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: રાષ્‍ટ્રપિતાની પૂ. ગાંધીજીની જન્‍મ જયંતી પ્રસંગે રાજય કે કેન્‍દ્ર સરકારમાંથી કોઇને કોઇ મહનુભવ સર્વધર્મ પ્રાર્થનામાં ઉપસ્‍થિત રહે છે. આ પ્રસંગે કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી પ્રસંગે પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવે છે. નિયમ અનુસાર પોલીસ બંદોબસ્‍ત કિર્તીમંદીર દરવાજા સુધી રહે. કીર્તીમંદિરમાં પ્રવેશી શકે નહી તેમ છતા નિયમ જળવાતો નથી. રાષ્‍ટ્રપિતા સૌના છે.

પુર્વ સમયમાં કિર્તીમંદિરમાં રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજી જન્‍મજયંતી ઉજવણી પ્રસંગે સૌરાષ્‍ટ્ર રાજયના ગુજરાત રાજયન મંત્રી મંડળમં સામેલ રાષ્‍ટ્રવાદી ચુસ્‍ત ગાંધી વિચાર શ્રેણીને વહેલ સ્‍વ. રતુભાઇ અદાણી અને સ્‍વ.યુવા મંત્રી શશીકાન્‍ત લાખાણી લાખાણી સર્વધર્મ પ્રાર્થના સમયે પોલીસને બંદોબસ્‍ત જાળવણી માટે કીર્તીમંદિરમાં પ્રવેશ આપતા નહી. દરવાજે ફરજ બજાવતા લોકશાહી અને બંધારણની મર્યાદા જાળવતા કોઇ પણ નાગરીક સર્વધર્મ પ્રાર્થનામાં હાજરી આપવા આવા રોક લગાવતા નહી સાચા અર્થમાં લોકશાહીના દર્શન કરાવતા રાષ્‍ટ્રપિતા જીવનમાં કદી પણ પોલીસ રક્ષણ મેળવેલ ન હતું. બિનદાસ્‍ત લોકસંપર્ક કરતા.

ભારતના પુર્વ રાષ્‍ટ્રપતિ મહામહિમ પ્રતિભા પાટીલ કીર્તીમંદિર રાષ્‍ટ્રપિતાને પુષ્‍પાંજલી અર્પણ કરવા પધારેલ ત્‍યારે પોલીસ દ્વારા પ્રોટોકોલ સુરક્ષા હેઠળ કીર્તીમંદિર આસપાસ માણેક ચોક શાક મારકીટ વિસ્‍તારમાં બંધારણનો ભંગ કરી પ્રોટોકોલના નામે નાના મોટા વ્‍યાપારીઓના કામ ધંધા પોલીસ દ્વારા બંધ કરાવી હેરાનગતી  કરવામાં આવતા તેની ફરીયાદ સીધી પુર્વ રાષ્‍ટ્રપતિ મહામહિમ પ્રતિભા પાટીલને સીધી માણેક ચોક ઓટલા સમીતીએ કરતા તેઓશ્રીએ તાત્‍કાલીક પગલા લઇ ગુજરાત સરકારના ગૃહ ખાતાને જાણ કરી ખુલાસો  માંગતા ગુજરાત સરકારના ગૃહ ખાતાએ પોરબંદર એસપીનો ખુલાસો માંગતા મુશ્‍કેલી સર્જાયેલ સંતોષ કારક ખુલાસો આપી શકેલ નથી. બંધારણમાં  એવી કોઇ જોગવાઇ નથી કે કોઇ પણ મહામહિમ વ્‍યકિત આવે ત્‍યારે પ્રોટોકોલના નામે પોલીસ દ્વારા વેપાર ધંધા બંધ કરાવી શકવાની સતા નથી તેમ છતા કાયદા અજ્ઞાન અને પોલીસ ધાકના કારણે નાગરીકો કે વેપારી નાના ધંધાર્થી બોલી શકતા નથી કે અવાજ ઉઠવી શકતા નથી.

કીર્તીમંદિરની બાજુમાં પુષ્‍ટીમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયની હવેલી છે. સવારના મંગળાના દર્શન માટે વૈષ્‍ણવો આવતા હોય કેટલાકને નિયમ પણ હોય. પોલીસ દ્વારા વૈષ્‍ણવો દર્શન કરવા આવતા અટકાવે નહી બંધારણની અવગણના કહે કે કરાવે નહી. બંધારણની ગરીમા જાળવે. તેમજ કીર્તીમંદિર આસપાસના વ્‍યાપારીની દુકાનો માણેકચોક વિસ્‍તાર કસ્‍તુરબા ગાંધી રોડ શાક મારકીટ વિસ્‍તાર જયાંથી મહાનુભાવો પાસર થવાન હોય તે વિસ્‍તારના વેપારીઓ રહેતા નાગરીકોના આવન જાવન બંધારણીય હક્કોમાં રૂકાવટ કરે કરાવે નહી અને વિશ્વની મોટામાં મોટી લોકશાહીની બંધારણીય મર્યાદા પોલીસ જાળવે. લાગણી દુભાય નહી ખાસ ધ્‍યાન રાખે તેવા સુચનો સાથે રહેલ છે. માણેક ચોક ઓટલા સમીતીએ ભાજપ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી પુર્વક ધ્‍યાન દોરે છે. સ્‍થાનીક સરકરી અધિકારી તેમજ સ્‍થાનીક પોલીસ અધિકારીઓ સુચના આપે. નાગરીકોના બંધારણ્‍ય હક્કોને અવરોધ કરે કે કરાવે નહી.

નાગરીકોના અવરજવરના પ્રોટોકોલના  માર્ગ હક્ક બંધ કરે કે કરાવે નહી બાજુમાં શ્રીનાથજી હવેલી તથા રઘુનાથજી મંદિરે સવારે નિયમ ધારીઓને દર્શને આવતા જતા અટકાવે નહી. કિર્તીમંદિરમાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનામાં પોલીસ પોતાની ફરજ પ્રવેશ દ્વારે ઉભા રહી બજાવે. કીર્તીમંદિર સર્વધર્મ પ્રાર્થના નાગરીકો આવતા અટકાવે નહી. બરોબર ગાંધી સંહીતા વિચારધારા બંધારણનું પાલન થાય. ગરીમા જળવાય તેવી કડક સુચના રાજય સરકાર તરફથી સ્‍થાનીક સરકારી અધિકારી તેમજ કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી કરનાર પોલીસ અધિકારીને આપી પાલન કરાવે. સાચા અર્થમાં વિશ્વની મોટામાં મોટી લોકશાહીની ગરીમા જાળવે તેવુ સુચન માણેક ચોક ઓટલા સમીતીએ રજુઆતમાં કર્યુ છે.

(1:38 pm IST)