Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પોરબંદર બરડા ડુંગરના અડવાણા ભોમિયાવદર અને સીમરમાં સરેરાશ ૧ ઇંચઃ ખંભાળામાં છાંટા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૮ : બરડા ડુંગરના અડવાણા ભોમિયાવદર અને સીમરમાં ગઇકાલે બપોરે  સરેરાશ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો ખંભાળામાં ગઇકાલે બપોરે છાંટા પડયા હતા.

પોરબંદરમાં આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ રહયુ છે.ગુરૂત્તમ ઉષ્‍ણતામાન ૩ર,૪ સે.ગ્રે.લઘુતમ ઉષ્‍ણતામાન ર૩,૪ સે.ગ્રે. ભેજ ૮૪ ટકા, હવાનુ દબાણ ૧૦૦૯,૮ એચ.પી.એ. સુર્યોદય ૬,૪પ તથા સુર્યાસ્‍ત ૬,૪ર મીનીટે

(1:46 pm IST)