Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ધોરાજીમાં મૃત પશુઓના નિકાલ માટેની જગ્‍યા બદલવા ખેડૂતોનું પ્રાંત અધિકારીને આવેદનપત્ર

 ધોરાજીઃ  ધોરાજી શહેરના મળત પશુઓના નિકાલ માટે ફાળવેલ જમીન બાબતે ખેડૂતો દ્વારા વિરોધ સાથે ધોરાજી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત સહ આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. ધોરાજી ભાદર ડેમ કાંઠા વિસ્‍તારના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું અને તેમાં ખેડૂત રાજુભાઈ બાલધા એ જણાવેલ કે સરકાર દ્વારા ધોરાજી શહેરના મળત પશુઓના નિકાલ માટે ગૌચર  જમીન સોંપવામાં આવી છે આ તરફ ધોરાજીના ખેડૂતો ની ખેતી અને ખેતરો આવેલા છે ભાદર ડેમ પાસે બનાવેલ ધાબી પાસેથી તમામ ખેડૂતોએ પસાર થવું પડે ત્‍યારે મળત પશુઓની ભારે દુર્ગંધ અને મળત પશુઓના હાડ માંસ જોવા પડે છે જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ વ્‍યાપી રહ્યો છે. આ ઉપરાંત ભાદર ડેમ પાસે ખૂબ જ સુંદર પ્રાકળતિક અને આહલાદક વાતાવરણ રહેતું હોવાથી રજાના દિવસોમાં શહેરીજનો ફરવા આવતા હોય છે તેમને પણ અમળત પશુઓના હાડ માંસ અને દુર્ગંધથી મુશ્‍કેલી વેઠ વી પડી રહી છે. મળત પશુઓના નિકાલ માટે જમીન ફાળવણી પૂર્વે આસપાસના ખેડૂતોનો અભિપ્રાય પણ લેવામાં આવ્‍યો નથી અને જમીન ફાળવી અપાય છે જેનું ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ  થયેલ છે અને મળત પશુના નિકાલ માટે જગ્‍યા ફેરબદલી કરવા માગણી ઉચ્‍ચારી હતી. વહેલી તકે ખેડૂતોની માગણી ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલનાત્‍મક કાર્યક્રમો કરવા ફરજ પડશે તેવું આવેદનપત્રના અંતમાં જણાવ્‍યું હતું. ધોરાજીના પ્રાંત અધિકારીએ આવેદનપત્ર સ્‍વીકારી ઘટતું કરવા જણાવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(1:33 pm IST)