Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પોરબંદર હાઇવે ઉપર સ્‍પીડમાં જતા વાહનો આડે ઉતરતા રખડતા પશુઓ : વારંવાર અકસ્‍માતો

રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા પગલા લેવા કોંગ્રેસ દ્વારા કેન્‍દ્ર સરકાર સુધી રજુઆત

પોરબંદર, તા. ર૮:  પોરબંદરને રાજકોટ સાથે જોડતા નેશનલ હાઇવે પર પશુઓનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે.

હાઇવે પર અડીંગો જમાવીને બેસતા અને ઉભતા પશુઓ વારંવાર અકસ્‍માત સર્જી રહ્યા છે તેમ છતાં પણ તગડો ટોલટેકસ વસૂલતી નેશનલ હાઇવે ઓથોરીટી આ મુદ્દે ગંભીર બનતી નથી.

કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડીયાએ કેન્‍દ્ર સરકારને કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે પોરબંદરને દ્વારકા સોમનાથને જોડતો નેશનલ હાઇવે અને પોરબંદર રાજકોટવાળો નેશનલ હાઇવે ૮-બીની સુવિધા તો પ્રાપ્ત થઇ છે પરંતુ આ હાઇવે પશુઓ અને માણસો માટે યમદૂત સાબિત થયો છે. કારણ કે અહીંયા બેફામ સ્‍પીડે જતા વાહનો આજે અચાનક ગાય નંદી, નીલગાય, (રોજડું), શિયાળ, શ્વાન અને ડુક્કર જેવા પશુઓ વાહન આડે ઉતરે છે અને તેના કારણે વાહન અકસ્‍માત સર્જાય છે જેમાં અસંખ્‍ય નિર્દોષ માનવ જીંદગીઓ મોતને ભેટી ચુકી છે. પોરબંદરના અનેક આશાસ્‍પદ યુવાનોના આ હાઇવે પર સર્જાતા વાહન-અકસ્‍માતમાં ભોગ લેવાય ચુકયા છે.

હોટલ અને ધાબાવાળા લોકએ ડિવાઇડરમાં ખાચા પાડયા છે. જેથી ગંભીર અકસ્‍માતો સર્જાય છે. આમ છતાં તેને અટકાવવાની જેની જવાબદારી છે તે નેશનલ હાઇવે ઓથોરીટી આ મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી. તેમ કોંગી આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ કેન્‍દ્રીયમ ંત્રીને રજુઆતમાં જણાવેલ છે.

(1:31 pm IST)