Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સાવરકુંડલામાં મોગલમાની ઘીની મુર્તિના દર્શને આપાગીગાના ઓટલાના મહંત નરેન્‍દ્રબાપુ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૮ : સાવરકુંડલા ખાતે નવરાત્રી ઉત્‍સવ પ્રથમ નોરતાથીજ ઉત્‍સાહ ભેર, ઉજવાઇ રહ્યો છે. અહી મેલડી ચોક ખાતે ભગતસિંહ યુવાગ્રુપ દ્વારા ઘીમાંથી મોગલ માતાની મૂર્તિ બનાવવામાં આવી છે. તેના કાર્યકર્તાના આમંત્રણને માન આપી આપાગીગાના ઓટલો ચોટીલાના મહંત નરેન્‍દ્રબાપુ સોલંકી દશનાર્થે પધાર્યા હતા નરેન્‍દ્રબાપુએ ભગતસિંહ યુવા ગ્રુપના સભ્‍યો દ્વારા કરવામાં આવતી વિવિધ ધાર્મિક - સામાજીક પ્રવૃતિઓને બીરદાવી હતી અને આશિર્વાદ આપ્‍યા હતા અહિ નરેન્‍દ્રબાપુ સાથે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત, નગરપાલીકાના સદસ્‍ય હસુભાઇ ચાવડા, જગદીશભાઇ ઠાકોર સહિત આગેવાનોએ મોગલ માતાજીની આરતી ઉતારીને માતાજીનીક આરાધના કરી હતી.

(1:30 pm IST)