Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ધોરાજી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ધોરાજી : ધોરાજી પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રી દરમિયાન શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવેલ કે નવરાત્રી દરમિયાન દીકરીઓની સલામતી માટે પોલીસ જાગળત રહેશે  તેમજ નવરાત્રિના તહેવાર દરમિયાન મુસ્‍લિમ ભાઈઓએ પણ પૂર્વ સહકાર આપવા વિનંતી કરાઈ હતી. નવરાત્રીની રાત્રીના જાહેરમાં રોમ્‍યોગીરી કરનાર મોટરસાયકલ ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સમયે ધોરાજી હિંદુ મુસ્‍લિમ સમાજના આગેવાનો અખિલ ભારતીય વિશ્વકર્મા સભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ લલીતભાઈ વોરા, દિલીપભાઈ હોતવાની, તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ રાજુભાઈ બાલધા અગ્રણીઓ ઉપસ્‍થિત હતા. આ સમયે લલીતભાઈએ જણાવેલ કે નવરાત્રી એ દિવાળી સુધી તહેવારો દરમિયાન ત્રણ દરવાજાથી મહાલક્ષ્મી શેરી નદી બજાર સુધી ફોરવીલનો પ્રતિબંધ રાખવા વેપારી એસોસિએશનના માંગણી કરી હતી. આ બેઠકમાં ધોરાજીના અગ્રણી  ઘનશ્‍યામભાઈ ગોર, એ.વી બાલધા, કાસમભાઇ કુરેશી, સલીમભાઈ શેખ વગેરે હિંદુ મુસ્‍લિમ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર - અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(12:40 pm IST)