Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પોરબંદર જિલ્‍લા આરોગ્‍ય વિભાગ દ્વારા પાણી ઉપર તરતા પોરાને નાશ કરવાની કામગીરી

ઘેર ઘેર સર્વે કરીને પાણી ભરેલા ટાંકામાં દવા છંટકાવઃ તળાવોમાં ગપ્‍પી માછલી છોડાઇ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૭: જિલ્‍લામા મેલેરીયાના કારણે વધતા આરોગ્‍ય વિભાગમાં દ્વારા ઘેર ઘેર સર્વે કરીને પાણી ભરેલા ટાંકામાં પોરા જોવા મળે તો દવા છંટકાવ તેમજ જાહેરમાં પાડલી ભરેલા મોટા ખાડામાં ગપ્‍પી નામની માછલીઓ છોડવામાં આવી છે.

આરોગ્‍ય વિભાગ દ્વારા જિલ્‍લામાં ઘેર  ઘેર સર્વે કરીને ૨૦૬૫ ઘરોમાં પોરા નાશ કરવામાં આવ્‍યા છે ઘેર ઘેર સર્વ કામગીરી માટે ૧૪૩ આરોગ્‍ય ટીમ જોડાઇ છે. જિલ્‍લામાં ૧,૨૯,૬૩૫ ઘરોમાં પોરા અંગે તપાસ પૂર્ણ કરાયાનું આરોગ્‍ય અધિકારી કવિતાબેને જણાવેલ છે.

જિલ્‍લામાં પાણી ભરેલા ૧૩૮૪ ખાડાઓમાં દવા છંટકાવ કરવામાં આવ્‍યો છે તેમજ ૫૧ જેટલા પાણી ભરેલા મોટા ખાડાઓ ગમ્‍પી માછલી છોડવામાં આવી છે. શહેરના પヘમિ વિભાગ માલીકે ચોક વિસ્‍તારમાં પોરાનાશક કામગીરી માટે સર્વે કરાવવા માંગણી ઉઠી છે.(

(12:38 pm IST)