Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ચેકરિટર્ન કેસમાં સોરઠ મસાલા કંપની સંચાલકને હાજર થવા હુકમ

જામનગર તા.૨૮: રાજકોટ માર્કેટમાં સારૂ નામ ધરાવતી જામનગરાની મસાલા ઉત્‍પાદક કંપનીનો ચેક પરત ફરતા આરોપીને અદાલતે હાજર થવા હુકમ કર્યો છે.

નવાગામ-રાજકોટ રચિત મંગલદીપના નામથી ચાલતી અને ગરમ મસાલા વેચાણ કરતી પેઢી તેમના માલીક જયકુમાર ગીરીશચંદ્ર મશરૂ સોરઠ મસાલા ગૃહઉદ્યોગ જામનગરની કંપનીના ઓલ ગુજરાતના ૧૦ વર્ષના કરાર સાથેના સુપર સ્‍ટોકીસ્‍ટ છે. બજારમાંથી આવેલ કંપલેઇન વાળા તથા એકસપાયરી ડેટ માલ ફરિયાદીએ કંપનીને પરત કરેલ હોય તેમનુ થતુ પેમેન્‍ટ પરત આપવા સોરઠ મસાલાના માલીક દિપક ધીરજલાલ લાખાણીએ આઇ.સી.આઇ.સી બેંક જામનગર શાખાના ચેક રૂા.૧,૫૦,૦૦૦ આપેલ હતો, તે ચેક ફરિયાદીએ તેમની બેંક શાખામાં રજુ કરતા તે ચેક કલીયરીંગમાં સ્‍ટોપ પેમેન્‍ટના શેરા સાથે પરત ફરેલ હોય ફરિયાદીનું કાયદેસરનું લેણું ચુકવવા માટે આપેલ ચેક અને ચેકમાં જણાવેલ રકમ ચુકવવી ન પડે તેવા હેતુથી કંપનીએ આપેલ હોય પરત ફરેલ બેંકના ચેક રીટર્નથી ફરિયાદીએ આ કામના આરોપી સામે ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબ કેસ રજુ કરી ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપી ધીરજલાલ લાખાણીને હાજર થવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ દિનેશ આર વારોતરીયા રોકાયા છે.

(12:26 pm IST)