Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

આટકોટના જીવાપર નવરાત્રી યુવક મંડળ દ્વારા શુક્રવારે લાખા ફુલાણી નાટક

 આટકોટ : દરવર્ષની જેમ આ વર્ષે પણ જસદણ તાલુકાના જીવાપર ગામમાં નવરાત્રી યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્‍યું છે.જેમાં આટકોટ ગામનો ઈતિહાસ અને કચ્‍છના કેરાકોટના મહાન રાજવી તેમજ માં અંબાના પરમ ભક્‍ત એવા લાખાફુલાણીના ચરિત્રને રજુ કરતું નાટક ‘‘લાખો ફુલાણી'' આગામી તા.૩૦/૦૯/૨૦૨૨ શુક્રવારે પાંચમાં નોરતે રજુ કરવામાં આવશે,તો તમામ ધર્મપ્રેમી જનતાને જોવા પધારવા મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેછે. દરેક લોકો ને પધારવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે  તસ્‍વીરમાં નાટકનો ફાઇલ ફોટો (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

(12:25 pm IST)