Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પાંચ ગામડા પરેશાન : ૧૭ કિલોમીટર રોડ ચાર વર્ષે પણ પૂર્ણ ન થતા કલેકટરને રજુઆત

(દિપક જાની દ્વારા)હળવદ,તા.૨૧ : તાલુકાના ચરાડવાથી સુરવદર વચ્‍ચેનો ૧૭ કિલોમીટર મુખ્‍યમાર્ગ વર્ષ ૨૦૧૮માં મંજુર થયો હોવા છતાં આજે ચાર-ચાર વર્ષથી થંભી જતા આ રસ્‍તાનો ઉપયોગ કરતા પાંચ ગામના લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા હોય તાકીદે રોડનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે આજે કલેકટર કચેરી ખાતે દોડી આવ્‍યા હતા.

 હળવદ તાલુકાના ચરાડવાથી સુરવદર વચ્‍ચેનો ૧૭ કિલોમીટર મુખ્‍યમાર્ગ વર્ષ ૨૦૧૮માં મંજુર થયા બાદ કોઈપણ કારણોસર આ રોડનું કામ ચાલુ ન થતા આ માર્ગ ઉપર આવેલા નવા દેવડીયા, જુના દેવડિયા, સુરવદર, પ્રતાપગઢ અને ધુળકોટ ગામના લોકો વ્‍યાપાર, ધંધા કે દવાખાનાના કામ માટે આ રસ્‍તા ઉપરથી પસાર નથી થઇ શકતા. વધુમાં     આ મામલે જુના દેવલીયા ગામના પ્રવીણભાઇની આગેવાનીમાં પાંચ ગામના લોકોએ જિલ્લા કલેક્‍ટરને રજુઆત કરી તાકીદે રોડ નું કામ પૂર્ણ કરાવવા માંગ ઉઠાવી હતી.

(12:25 pm IST)