Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વાંકાનેરમાં ભાજપ અનુ.જાતિ મોરચાની બેઠક કેસરીદેવસિંહ ઝાલાના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર, તા. ૨૮ : વાંકાનેર ભાજપ કાર્યાલય ગરાસિયા ર્બોડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાના હોદેદારો અને સક્રિય કાર્યકર્તાની બેઠક વાંકાનેર મહારાજા  કેસરીદેવસિંહજી ઝાલાના અધ્‍યક્ષ સ્‍થાને બોલાવવા માં આવી જેમાં જિલ્લા ભાજપ ના મંત્રીશ્રી અને મોરચા પ્રભારી રસિકભાઈ વોરા. જિલ્લા મોરચાના પ્રમુખ અરજણભાઈ મકવાણા જિલ્લાના ઉપપ્રમુખ ગાંડુભાઇ  બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ હીરાભાઈ બામભવા જિલ્લા મોરચાના હોદેદારો હકાભાઈ વાઢેર, મનુભાઈ સારેસા, નરસીભાઈ વોરા, તાલુકા મોરચા પ્રમુખ નવીનભાઈ વોરા મહામંત્રી મોહનભાઇ બેડવા, પ્રકાશભાઈ અંબાલિયા, તાલુકા ભાજપના હોદેદારો અમુભાઈ વાઘેલા, નારણભાઇ સોલંકી, દલડી મનુભાઈ ચાવડા, લખમીદાસ મકવાણા, અશોકભાઈ મકવાણા, અમળતબેન ગુગડીયા, રમીલાબેન ગુગડીયા, જિલ્લા કારોબારી સભ્‍યનારણભાઇ સોલંકી, હીરાભાઈ ચાવડા, સંયોજક ગૌત્તમ ભખોડીયા, નરેંદ્ર સોલંકી, સોમાભાઈ પરમાર,  હીરાભાઈ ચાવડા, પરસોત્તમભાઈ વોરા, રમેશભાઈ વોરા,  હેમંતભાઈવોરા, કાંતિભાઈ, સરપંચ ધનજીભાઈ ભખોડીયા, જેઠાભાઈ સોલંકી, શહેર ભાજપના હોદેદારો મુળજીભાઈ ગેડીયા, શારદાબેન  બોસિયા, અરુણભાઈ મહાલિયા, દિનેશભાઇ વોરા, વાઘજીભાઈ વોરા, મોહનભાઇ પરમાર, મનીષાબેન ચાવડા, જગદીશભાઈ ગેડીયા, વિજ્‍યાબેન સારેસા, નરેશભાઈ પરમાર, હસુભાઈ ઝાલા, ગીરીશભાઈ સારેસા, જે. ડી. સોલંકી, વિરમભાઈ તેમજ બહોળી સંખ્‍યામાં કાર્યકર મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા અને આવનારી ધારાસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની સાથે ખંભે ખંભા મિલાવી સમાજની એકતા જાળવી ભાજપ તરફી મતદાન કરવું અને કેસરીદેવસિંહજી ના હાથ મજબૂત કરવા ની સોં આગેવાનો એ હાકલ કરી અને આવનાર ચૂંટણી માં વિજય હાંસલ કરવા સમાજની એકતા જાળવી અને પાર્ટીના એક કાર્યકર તરીકે શિસ્‍ત બધ્‍ધ રીતે આગળ આવીયે. અધ્‍યક્ષી ઉદ્દબોધનમાં મહારાજા કેસરી દેવ સિંહજી દ્રારા સરકાર ના વિકાસના કામો તથા આગામી કાર્યક્રમો અંગે ની જાણકારી આપી અને સોં આગેવાનો અને હોદેદારો ને આગામી ચૂંટણી ના કામે લાગી જવા હાકલ કરી. અને વાંકાનેર શિક્ષક ક્રેડિટ કો. ઓ. સોસાયટીના નવા ચૂંટાયેલા પ્રમુખ હસુભાઈ મકવાણાના પ્રતિનિધિ રાજેશભાઈ મકવાણાનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ.ં

(12:21 pm IST)