Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગોંડલના વાસાવડ ગામે મહિલા સહિત છ જુગાર રમતા પકડાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૨૮: ગોંડલ તાલુકાના વાસાવડ ગામે નાગરવાડા વિસ્‍તારમાં પોલીસે જુગાર રમતા મહિલા સહિત ૬ શખ્‍સોને ઝડપી પાડ્‍યા હતા.

ગોંડલ તાલુકા પોલીસે વાસાવડ ગામે નાગરવાડા વિસ્‍તારમાં પનાબેન જોષીના મકાન પાસે સ્‍ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પનાબેન રાજુભાઇ જોષી, મનીશ શ્‍યામભાઇ વિરડીયા, હનીફ ઇશાક્‍ભાઇ મેમણ,પરેશ કાળુભાઇ સરવૈયા,અવેશ સતારભાઇ પરમાર,સચીન ગુણાભાઇ વસાણી સહિતના છ શખ્‍સોને જુગાર રમતાᅠ રોકડ રૂપિયા ૧૨૯૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‍યા હતા.જયારે જુગાર રમતા આ શખ્‍સોમાં એક મહિલા હોવાથી દરોડા દરમિયાન મહીલા પોલીસ ન હોવાથી પોલીસે ઝડપાયેલ મહિલાને પોલીસે બીજા દીવસે તાલુકા પોલીસ સ્‍ટેશન આવવા સમજ આપીને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:20 pm IST)