Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગૌસંવર્ધન યાત્રા આટકોટ આવી

 આટકોટઃ રાજસ્‍થાનથી ગૌસંવર્ધન અને પર્યાવરણ જાળવણીનો જતન કરવા નિકળેલ પદયાત્રાનું અહીં  સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.  નગરજનો દ્વારા ઢોલ નગારા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું તેમજ ગાય વિષે કથા કરવામાં આવી હતી. ગાયત્રીનગરમાં રાજસ્‍થાન ગૌસંવર્ધન પદયાત્રા જે ૨૦૧૨ સરૂ થયેલી પદયાત્રા નવ હજાર ઉપર અંતર કાપી લીધું છે ઓગણીસ હજારથી વધુ ગામડામાં ગાય માતા વિષે લોકોને સંદેશો આપ્‍યો છે.  આ તકે સાધ્‍વી શબલા ગોપાલ સરસ્‍વતી ચારૂદીદીએ જણાવ્‍યું હતું કે ગૌવ માતા આપણી માતા છે  ગાય માતા ની સેવા કરવી જોઈએ તેમજ પ્‍લાસ્‍ટિક ઉપયોગ બંધ કરવો જોઈએ જેથી પ્રદુષણ મુક્‍ત થાય. વળક્ષો રોપણ કરવો જોઈએ.  મહિલાઓ અને પુરુષો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.(તસવીરોઃ કરશન બામટા)

(12:19 pm IST)