Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગોંડલ મહારાજા સર ભગવતસિંહ દ્વારા ૧૦૬ વર્ષ પહેલાં આપવામાં આવેલ કાષ્ટની ગરબી ફરતે બાળાઓ આજે પણ બોલાવે છે રાસની રમઝટ

આર્ય શેરીના યુવાનો દ્વારા આજે પણ પ્રાચીન ગરબી રમાડવામાં આવી રહી છે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૮: ઐતિહાસિક નગરી ગોંડલ અને પ્રજાવત્‍સલ્‍ય મહારાજા સર ભગવતસિંહજીની અનેક ગાથાઓના પુસ્‍તકો લખાયા છે અને આજે પણ વાચકો તેનું વાંચન કરી રહ્યા છે, ૧૦૬ વર્ષ પહેલા મહારાજા સર ભગવતસિંહજી દ્વારા અત્રેની નાની બજાર ખાતે આવેલ આર્ય શેરીમાં ગરબી મંડળને કાષ્ટની ગરબીની ભેટ આપીને ગરબીનો પ્રારંભ કરાવવામાં આવ્‍યો હતો અને દાયકાઓ સુધી નવરાત્રી પર્વ એ દિવેલ પણ પહોંચાડવામાં આવતું હતું અને મહારાજા દર્શન કરીને ધન્‍યતા અનુભવતાં હતા આજે પણ આ ગરબીએ અર્વાચીન દાંડીયા ના માહોલ વચ્‍ચે તેની પ્રાચિન સંસ્‍કૃતિ જાળવી રાખી છે. ગરબીનુ સંચાલન આર્યશેરી ગૃપના પ્રમુખ તેજશ સંપટ, સભ્‍ય જયદીપ ઉદેશી, રાકેશ ગોડા, દિપક ખેતીયા, ગોપાલ ખેતીયા, હિતેશ ભાલાળા, મિતેશ ત્રિવેદી, દર્શન જોષી, નિખીલ ખીલોસિયા, સંજયભાઈ જેઠવા, અનિલ વરીયા, નયન વૈદ, કિરીટ હિરપરા, કાનભાઈ સંપટ, ચિરાગ જોશી, અરબાઝ સુમરા, મયુરભાઈ ઉદેશી, કાંતિભાઈ શેઠિયા, વિરલભાઈ વસાણી, જીગ્નેશભાઈ કોણીયા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(10:34 am IST)