Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વાસાવડ ગામે જાહેરમાં જુગાર રમાતા મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા

ગોંડલ :ગોંડલ તાલુકાના વાસાવડ ગામે નાગરવાડા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતો હોવાને લઈ પોલીસે જુગાર રમતા મહિલા સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ગોંડલ તાલુકા પોલીસે વાસાવડ ગામે નાગરવાડા વિસ્તારમાં પનાબેન જોષીના મકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પનાબેન રાજુભાઇ જોષી, મનીશભાઇ શ્યામભાઇ વિરડીયા,હનીફભાઇ ઇશાક્ભાઇ મેમણ,પરેશભાઇ કાળુભાઇ સરવૈયા,અવેશભાઇ સતારભાઇ પરમાર,સચીનભાઇ ગુણાભાઇ વસાણી સહિતના છ શખ્સોને જુગાર રમતા  રોકડ રૂપિયા 12960/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે જુગાર રમતા આ શખ્સોમાં એક મહિલા હોવાથી દરોડા દરમિયાન મહીલા પોલીસ ન હોવાથી પોલીસે ઝડપાયેલ મહિલાને પોલીસે બીજા દીવસે તાલુકા પોલીસ સ્ટેશન આવવા સમજ આપીને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:34 pm IST)