Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

હળવદનાં શકિત માતાજીનાં મંદિ ર પાસે માછલીઓનાં ભેદી મોત!: મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી

જીવદયા પ્રેમીઓએ મૃત માછલીઓને ટ્રકમાં ભરી રણમા દફનાવી : બનાવને લઈ સંબંધિ ત વિ ભાગને જાણ કરી જળચર જીવોનાં મૃત્યુ અંગેનુ કારણ બહાર લાવવા માંગ કરી

હળવદ તા.૨૮ : હળવદ તાલુકાનાં રણમલપુર ગામે શકિત  માતાજીનાં મંદિ ર પાસે વિ શાળ તળાવ આવેલ છે. જે તળાવમાં અચનાક માછલીઓનાં ભેદી મોત થયા છે. જેને લઈ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અને જીવદયા પ્રેમીઓએ મોટી માત્રામાં માછલીઓનાં મૃતદેહોને ટ્રેકમાં ભરી અને રણ વિ સ્તારમાં દફનાવ્યા હતા. તેમજ આ અંગે સંબંધીત વિ ભાગોને જાણ કરી બનાવ કયા કારણે બન્યો અને ફરી આવો બનાવ ન બને તે માટે તાકીદે પગલા લેવા માંગ કરી હતી.

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલા તળાવમાં આજે ભેદી રીતે નાની-મોટી અસંખ્ય માછલીઓના ટપોટપ મોત નિપજતા જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે, મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ નિપજતા ગ્રામજનો દ્વારા મૃત માછલીઓને ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી રણ વિસ્તારમાં દફનાવવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્તિ માતાજીના મંદિર પાસે વિશાળ તળાવ આવેલ છે આ તળાવ માત્રને માત્ર જીવદયાના ઉદેશ્ય માટે હોય ગ્રામજનો દ્વારા સામુહિક રીતે અહીં નાહવા અને કપડાં ધોવાની મનાઈ ફરમાવી માત્રને માત્ર પશુઓના પિયાવા માટે તેમજ માછલી સહિતના જળચરો માટે અનામત રાખવામાં આવ્યું છે અને દરરોજ માછલીઓને ગ્રામજનો દ્વારા ખોરાક પણ આપવામાં આવે છે ત્યારે આજે અચાનક જ માછલીઓના ટપોટપ મૃત્યુ નિપજતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રણમલપુરમાં અસંખ્ય માછલીઓના અચાનક મોતને પગલે ગ્રામજનો અને આગેવાનો દ્વારા સંબંધિત વિભાગોને જાણ કરી જળચર જીવોના મૃત્યુનું કારણ બહાર લાવવા અને હવે તળાવમાં બાકી બચેલી માછલીઓ મૃત્યુ ન પામે તે માટે તાકીદે પગલાં ભરવા માંગ પણ ઉઠાવી છે.

(10:24 pm IST)