Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ચલાલાથી દેવરાજીયા અમરેલી સુધીનો રોડ બનાવવા ભાજપ અગ્રણીનીે ટેલીફોનીક રજુઆત

રોડ રીપેરીંગ ન થાય તો આંદોલનની ચીમકી

(પ્રકાશ કારીયા દ્વારા)ચલાલા, તા. ર૮ : ચલાલાના ભાજપ અગ્રણી બિચ્‍છુભાઈ માલા દ્વારા અમરેલી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને ટેલીફોનીક રજુઆત કરવામાં આવેલ છે.

ચલાલાથી અમરેલી સબ ડીવીઝનની હદથી માળીલા દેવરાજીયાથી અમરેલી સુધીના રોડની હાલત અતિ ખરાબ થવા પામેલ છે. જેના કારણે ચલાલા, ધારી, ખાંભા, અને ગ્રામ્‍ય વિસ્‍તારનાં વાહન ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. અવાર-નવાર નાના - મોટા અકસ્‍માતો, ટ્રાફીક   દર્દીઓને આવવા - જવા માટે ભોગવવી પડતી મુશ્‍કેલીઓને ધ્‍યાને લઈ બિચ્‍છુભાઈ માલા દ્વારા ઈજનેરને કચેરી દ્વારા રોડની હાલત ચકાસવા અને કોઈ મોટા અકસ્‍માતો સર્જાય કે જન આંદોલનો થાય તે પહેલા રોડ રીપેરીંગ કરવા કાર્યવાહી રજુઆત કરવામાં આવેલ હતી.

બિચ્‍છુભાઈ માલાએ જણાવેલ છે કે આ તળતીય રજુઆત છે જયાં સુધી રોડ રીપેરીંગ કરવામાં નહીં આવે ત્‍યાં સુધી ગાંધી ચીંધ્‍યા રાહે રજુઆત ચાલુ રાખવામાં આવશે. આ અંગે ધારી - બગસરા, ચલાલા, ખાંભા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા દ્વારા લાગતી-વળગતી કચેરીએ રજુઆત કરવામાં આવેલ હતી

(4:35 pm IST)